Abtak Media Google News

જામનગર ગ્રામ્યનાં ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે ગુજરાત વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં ચર્ચામાં ભાગ લેતા જણાવેલ કે તાજેતરમાં રાજકોટ શહેરમાં ચાર કિલોગ્રામ વજનનો ૧૦૦ મીટરના વ્યાસમાં વિનાશ વેરી શકે તેવો જીવતો બોમ્બ મળી આવતા આમ પ્રજામાં ફેલાયેલ ભય અને દહેશતની લાગણી દૂર કરવા રાજ્ય સરકારે શા પગલા લીધા છે?

Advertisement

આ ઉપરાંત રાઘવજીભાઇ પટેલે જણાવેલ કે ર૦ વર્ષથી આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારના શાસનને કારણે અને એમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કથળતી જાય છે. આઇએસઆઇના આતંકવાદીઓ પકડાય, હત્યા અને ખંડણી માટે ડી ગેંગના શાર્પશુટરો પકડાય, જીવતો ચાર કિલોગ્રામ વજનનો બોમ્બ ૧૦૦ મીટરના વ્યાસમાં વિનાશ વેરી શકે તેવો બોમ્બ મળે, હત્યા, ખંડણી, લુંટ, કોઇની જમીન અને મકાન પચાવી લેવા, ગુંડાગીરી કરવી, આવુ તો સૌરાષ્ટ્રમાં અને એમાંય ખાસ કરીને રાજકોટ અને એમા પણ મુખ્યમંત્રીના વિસ્તારમાં એ ગૃહમંત્રી પણ છે અને તેમના વિસ્તારમાં જ્યારે આવા ઉપરા-ઉપરી બનાવો બનતા હોય, સૌરાષ્ટ્ર અને રાજકોટમાં ગુંડાગીરી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ભયંકર રીતે ખરાબ હાલતમાં પસાર થઇ રહ્યું હોય ત્યારે ગૃહમંત્રી પાસેથી હું જાણવા માગુ છુ કે આ વિસ્ફોટક સામગ્રી મૂકનાર આરોપીઓને પોલીસ હજુ સુધી કેમ પકડી શકી નથી તેના શા કારણો છે? અને ગુનેગારોને પકડવામાં રાજકોટની ટીમ નબળી પડતી હોય તો એન.આઇ.એ.ની મદદ લેવામાં આવે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં આવા વારંવાર બનતા બનાવો પ્રત્યે સરકાર કડક હાથે પગલ ભરે તેવી મારી માંગણી છે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.