Abtak Media Google News

મહિલા બહેન સાથે વોકિગમાં નીકળ્યા તે વેળાએ તસ્કર મંગળસૂત્ર ઝૂંટવી ગયો

ગાંધીધામ આદિપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ લૂંટ અને ચીલ ઝડપના અનેક બનાવો બનવા પામ્યા છે.ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં વધુ એક ઘટના સામે આવી છે.જેમાં ચેન્નાઇની મહિલા આદિપુર લોકીક કામે આવ્યા ત્યારે તેઓ વહેલી સવારે તેમના બહેન સાથે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા.તે વેળાએ એક અજાણ્યો તસ્કર તેના રૂ.1.75 લાખના મંગળસૂત્ર ચીલ ઝડપ કરી ભાગી ગયો હતો.જે મામલે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોધી તપાસ હાથધરી છે.

વિગતો મુજબ ચેન્નાઈમાં રહેતા શ્યામલ જયરામભાઇ રધબા ઐયર નામનો આદિપુર ખાતે લોકિક કામે આવ્યા હતા ત્યારે તેઓ તેના બહેન સાથે મોર્નિંગ વોકમા નીકળ્યા હતા.તે વેળાએ લાલ બાઈક પર બુકાનીધારીમાં આવેલા એક અજાણ્યા શખ્સે તેના મંગલ સૂત્ર જેની કિંમત રૂ.1.75 લાખની ચીલ ઝડપ કરી ત્યાંથી ભાગી ગયો હતો.તે વેળાએ મહિલાએ તેનો પીછો કર્યો હતો પરંતુ તસ્કર ભાગી જવામાં સફર થયો હતો જેથી તેમને પોલીસમાં ફરિયાદ કરતા આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.