Abtak Media Google News

ચીનમાં ફરીથી કોરોનાના નવા વેરિયન્ટે હાહાકારના પગલે ભારતે પણ સાવચેતીના પગલાં ભર્યા છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કોરોના સામે સંભવિત તમામ પગલાં લેવાની તાકીદ કરીને તંત્રને સતર્ક રહેવાના આદેશ કર્યા છે ત્યારે રાજકોટની પર શાળા સંચાલક મંડળ દ્વારા માસ્ક ફરજિયાતનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યભરમાં જાહેર સ્થળો અને મુસાફરી દરમિયાન લોકોએ માસ્ક પહેરવાની મુખ્યમંત્રીએ તકેદારી સહિતના આદેશો આપ્યા છે ત્યારે સ્વનિર્ભ શાળા સંચાલક મંડળ દ્વારા બાળકોની સાવચેતી માટે શાળામાં માસ્ક ફરજિયાતનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળામાં બાળકોએ માસ્ક પહેરીને જ આવવું એટલું જ નહીં બાળકોને તાવ શરદી જેવા કોરોનાના સંબંધિત લક્ષણો હોય તો શાળાએ ન મોકલવા વાલીને અપીલ કરી છે.

ચીન સહિતના વિદેશમાં કોરોનાના ભારે સંક્રમણની અસર હજુ ભારતમાં નથી અને તેમાં પણ ગુજરાતમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે ત્યારે ચેતતા નર સદા સુખી ની જેમ ગુજરાતમાં કોરોનાના ડરથી ફફળવાના બદલે કોરોના સામે સાવચેતી રાખી આ વિકટ પરિસ્થિતિમાં કોરોનાથી બચવા માટે તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ ઘટતા નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા હતા ત્યારે ફરી કોરોના વિશ્વમાં હાહાકાર મજા આવતા રૂપે સ્વનિર્ભર શાળામાં માસ્ક ફરજિયાતનો નિર્ણય લેવામાં આવ્યો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.