Abtak Media Google News

પૂજારની ટેક્નિક તેને અન્ય ખેલાડીઓથી અલગ કરે છે, જે ભારતીય ટીમ માટે આશીર્વાદરૂપ નીવડશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ પૂર્ણ થયા બાદ હવે 7મી જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ની ફાઇનલ ઓવલ ખાતે રમવા જઈ રહી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ થી દૂર રહેલા ચેતેશ્વર પુજારા હાલ ઇંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશિપ સસેકસ તરફથી રમે છે. ત્યારે તેની વિકેટની સ્થિતિ વાતાવરણથી ચેતેશ્વર સંપૂર્ણ અનુકૂળ થઈ ચૂક્યો છે ત્યારે ભારતીય ટીમ માટે તેના દરેક પ્રતિભાવો અત્યંત મહત્વપૂર્ણ અને ઉપયોગી નીવડશે.  કાઉન્ટી ક્રિકેટ રમેલા ચેતેશ્વરને પીચ કઈ રીતે બદલાવ કરશે તે અંગે તેને બખૂબી ખ્યાલ છે.

બીજી તરફ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં જે ખેલાડીઓ રમ્યા અને જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રમવાના છે તેઓએ તેમની ટેકનીક ને ઝડપથી બદલાવી પડશે અને ટેસ્ટ અનુરૂપ રમવું પડશે. તરફ ઇંગલિશ વિકેટ ઉપર સુનિલ ગાવસ્કારે જણાવ્યું હતું કે દરેક બેટ્સમેનઓએ લેટ રમવું જોઈએ કારણકે ઇંગ્લિશની વિકેટ ટર્નિંગ વિકેટ હોવાથી બોલ સ્પ્રિંગ થતો હોય છે અને પરિણામે એજ આગવાથી વિકેટ ન પડે તે પણ એટલું જ જાણું અને જોવું જરૂરી છે. આઇપીએલમાં ખેલાડીઓ ઇન લાઇન નહીં પરંતુ હિટિંગ ટેક્નિકથી રમતા હોય છે. ત્યારે ટેસ્ટમાં ખેલાડીઓએ ટાઈમિંગ સાથે રમવું પડે છે.

બોલરોને થકાવ્યા બાદ  રનની વર્ષા કરવામાં માહેર છે ચેતેશ્વર : જયદેવ શાહ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના જયદેવભાઈ શાહ એ જણાવ્યું હતું કે હાલ જે રીતે ચેતેશ્વર ઇંગલિશ કાઉન્ટીમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યો છે તેનાથી ભારતીય ટીમને ઘણો ફાયદો મળશે. બીજી તરફ તે ઈંગ્લીશ વાતાવરણથી જાણીતો થઈ ચૂક્યો છે જે તેને અન્ય ખેલાડીઓથી ભિન્ન કરશે અને તેને એ વાતનો પણ ખ્યાલ છે કે બોલ કેવી રીતે ટર્ન થશે. બીજી તરફ તેઓએ જણાવ્યું હતું કે ભારતીય ખેલાડીઓ દ્વારા જે રીતે પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે તેને ધ્યાને લઈ તેઓને ટેસ્ટમાં કોઈ પ્રકારની તકલીફનો સામનો નહીં કરવો પડે અને બીજી તરફ 100 ટેસ્ટ મેચ રમી ચૂકેલા ચેતેશ્વર પુજારા ભારતનું નહીં પરંતુ સૌરાષ્ટ્ર ક્રિકેટનું એક ગૌરવ છે અને તેની હાજરી ભારતીય ટીમ માટે અત્યંત ઉપયોગી નીવડશે. જયદેવભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ચેતેશ્વર પુજારા સ્ટોક પ્લેયર નહીં પરંતુ પેશનેટ પ્લેયર છે જે બોલરોને થકાવ્યા બાદ રનનો વરસાદ વરસાવે છે આ પ્રકારની કુનેહ જૂજ ખેલાડીઓમાં જ જોવા મળતી હોય છે અને તેમાંથી ચેતેશ્વર એક છે. જણાવ્યું હતું કે ટેસ્ટમાં જરૂરી એ છે કે વધુને વધુ સમય ક્રીઝ ઉપર કેવી રીતે વિતાવવો જે ખેલાડીઓની મનોસ્થિતિને ચકાસે છે અને તેમાં ચેતેશ્વર પુજારાનો કોઈ તોડ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.