Abtak Media Google News

ચેતેશ્વરની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા ઓસ્ટ્રેલિયાને ચેતવણી

ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમને પુજારાના અનુભવનો લાભ મળશે

ભારતીય ટેસ્ટ ટીમના બેટ્સમેન ચેતેશ્વર પુજારાને ઇંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશિપ 2023માં મોટી જવાબદારી મળી છે. કાઉન્ટી ચેમ્પિયનશિપની આ સિઝનમાં  સસેક્સની કેપ્ટનશિપ કરતો જોવા મળ્યો હતો. ગયા વર્ષે તેણે ઇંગ્લિશ કાઉન્ટીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેનું પ્રદર્શન જોઈને સસેક્સે પુજારાને કેપ્ટન બનાવ્યો છે.

ટીમનો સુકાની બનતાની સાથે જ પૂજારાએ સદી ફટકારી હતી. પૂજારાએ 163 બોલ રમી 115 રન નોંધાવ્યા હતા. આગામી જુલાઈ માસમાં જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમાશે તે પણ ઇંગ્લેન્ડ ખાતે જ રમવાની છે ત્યારે ભારતીય ટીમને જયતેશ્વર પૂજારાનો આ અનુભવ અત્યંત કાર્ય અને ખૂબ સારી રીતે કામ આવશે. પુજારાની ઇંગલિશ કાઉન્ટીમાં ફટકારવામાં આવેલી સદી ઓસ્ટ્રેલિયા ટીમ માટે ચેતવણી રૂપ છે.

ચેતેશ્વર પુજારાએ ઇંગલિશ કાઉન્ટીમાં હર હંમેશ અત્યંત સારો પ્રદર્શન કર્યું છે અને તે ઇંગ્લેન્ડ ક્રિકેટનો સારો એવો અનુભવ પણ ધરાવે છે ત્યારે ભારતીય ટીમ માટેની ગ્રેટ વૉલ ચેતેશ્વર પુજારા ટીમ માટે અત્યંત ઉપયોગી નિવડશે.

ગયા વર્ષે ચેતેશ્વર પુજારા સસેક્સ તરફથી કાઉન્ટી ક્રિકેટ રમ્યો હતો. કાઉન્ટી ક્રિકેટમાં આ તેની બીજી સિઝન હશે. વર્ષ 2022માં તેણે સારી બેટિંગ કરતા 13 ઇનિંગ્સમાં 109.40ની એવરેજથી 1094 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 સદી ફટકારી હતી. ગયા વર્ષે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં પુજારાનો સર્વોચ્ચ સ્કોર 232 રન હતો. તે સસેક્સ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.