રાજકોટ એસટી બસ સ્ટેન્ડની ડિઝાઈન ફાઈનલ: ૧૫૪ કરોડના ખર્ચે બનશે હાઈટેક ટર્મિનલ

st bus | rajkot
st bus | rajkot

વડોદરા અને અમદાવાદ બાદ રાજકોટમાં પણ બનશે એરપોર્ટ જેવું એસટી બસ સ્ટેન્ડ: નવા બસ સ્ટેન્ડ બનાવવાની ટેન્ડર પ્રક્રિયા આખરી તબકકામાં: ટેન્ડર ફાઈનલ યા બાદ વહેલી તકે ખાતમુહૂર્ત કરાશે

રાજકોટ

રાજકોટવાસીઓ ઘણા વર્ષોી જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે તે શહેરનું એસટી બસ સ્ટેન્ડની ‚ા.૧૫૪ કરોડના ખર્ચે કાયાપલટ કરી અત્યાધુનિક એરપોર્ટ જેવું ટર્મીનલ બનાવવામાં આવશે. જેના માટે ટેન્ડર ફાઈનલ ઈ ગયા બાદ ટૂંક સમયમાં જ નવનિર્મિત બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. એરપોર્ટ કક્ષાના બનનારા આ ટર્મિનલની ડિઝાઈન ફાઈનલ ઈ ગઈ હોવાનું એસટીના વર્તુળમાંી જાણવા મળ્યું છે.

રાજકોટના મુખ્ય એસટી બસ સ્ટેન્ડને આવતા દિવસોમાં સંપૂર્ણપણે તોડી પાડી તે જગ્યાએ અત્યાધુનિક અને એરપોર્ટ કક્ષાનું હાઈટેક ટર્મિનલ બનાવવામાં આવશે. છેલ્લા ઘણા સમયી રાજકોટ એસટી બસ સ્ટેન્ડની કાયાપલટ કરવાની ચર્ચાઓ ઈ રહી હતી પરંતુ હવે ખુદ મુખ્યમંત્રી જ રાજકોટના હોય આ સમગ્ર પ્રોજેકટને જેટ ગતિએ આગળ વધારવા સુચના આપી દેવામાં આવી હોવાી રાજકોટમાં બનનારા હાઈટેક એસટી ટર્મિનલની ડિઝાઈન ફાઈનલ ઈ ગઈ છે. નજીકના દિવસોમાં જ ટેન્ડર પ્રક્રિયા પણ ફાઈનલ ઈ ગયા બાદ ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.

અંદાજીત દોઢ વર્ષમાં આ સમગ્ર પ્રોજેકટ પૂર્ણ વાનો અંદાજ લગાવવામાં આવી રહયો છે. રાજકોટવાસીઓને આવતા દોઢ વર્ષમાં અત્યાધુનિક એસટીના ટર્મિનલની ભેટ મળશે. વડોદરા-અમદાવાદ અને ભ‚ચમાં પીપીપીના ધોરણે બનાવાયેલા અત્યાધુનિક જીએસઆરટીસીના ટર્મિનલ જેવું જ બસ સ્ટેન્ડ રાજકોટમાં પણ નિર્માણ પામશે.

આ બસ સ્ટેન્ડમાં મુસાફરોને સરળ સુવિધાની સો મનોરંજનની પણ તમામ સવલતો ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં વિશાળ પાર્કિંગ, મલ્ટીપ્લેકસ દુકાનો, ઓફિસ અને શો-‚મ પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત સુપર માર્કેટ, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ અને એટીએમ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.

ખાનગી બિલ્ડર સો ભાગીદારીની પધ્ધતિી જે રીતે અમદાવાદના ગીતા મંદિર ટર્મિનલ અને વડોદરામાં બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે તેવા જ ટર્મિનલની રાજકોટવાસીઓને પણ ભેટ મળશે. રાજકોટમાં નિર્માણ નારા નવા બસ સ્ટેન્ડની કામગીરી ચાલશે તેટલો સમય વર્તમાન એસટી બસ સ્ટેન્ડની શાી મેદાન ખાતે કામચલાઉ ધોરણે સ્ળાંતર કરવામાં આવશે.

રાજકોટમાં નવું બસ સ્ટેન્ડ નિર્માણ પામ્યા બાદ ટ્રાફિક સમસ્યા પણ ભૂતકાળ બનશે. સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટમાં હાલ દરરોજ ૨૦૦૦ી વધુ એસટી બસોની આવન-જાવન ઈ રહી છે. ત્યારે શહેરના હાર્દસમા અને મધ્યમાં જ આવેલા એસટી બસ સ્ટેન્ડ આસપાસ તેમજ ભૂતખાના ચોકમાં ટ્રાફિકની સમસ્યા રહે છે. નવું બસ સ્ટેન્ડ બન્યા બાદ ટ્રાફિકની સમસ્યા પણ ભૂતકાળ બની જશે તેવું રાજકોટ એસટી નિગમના વર્તુળમાંી જાણવા મળ્યું છે.