Abtak Media Google News

નાયબ મુખ્યમંત્રી તેમજ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા અને વરિષ્ઠ સચિવો પણ જોડાયા

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં યોજાઈ રહેલી બેઠકમાં રાજ્યમાં મંદિર દેરાસર સહિતના ધર્મ સ્થાનકો આસ્થા કેન્દ્રોને ભારત સરકારની ગાઈડ લાઇન્સ  મુજબ કેટલાક નિયમોને આધિન રહીને દર્શન માટે ખુલ્લા મૂકવા અંગે મહત્વ પૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ  જિલ્લા મથકોએ રહેલા વિવિધ ધર્મ સંસ્થાઓના સંતો મહંતો સાથે  વીડિયો કોન્ફરન્સથી આ સમગ્ર બાબતે ગહન ચર્ચાઓ હાથ ધરીને માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, મંદિરો માત્ર દર્શન માટે જ ખોલવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણની સ્થિતિમાં હજુ જૂન અને જુલાઈ માસમાં મંદિરોમાં  કોઈ ઉત્સવને પરવાનગી આપવામાં નહિં આવે.

તેમણે એવું પ્રેરક  સૂચન કર્યું કે, મોટા મંદિરો ધર્મ સ્થાનકોમાં આવતા દર્શનાર્થીઓને ટોકન આપી ચોક્કસ સમય આપી દેવાય તેવી વ્યવસ્થા ગોઠવાય તો ભીડ ભાડ અટકાવી શકાશે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી તેમજ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા અને વરિષ્ઠ સચિવો જોડાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.