Abtak Media Google News

ગુજરાતમાં ગૌવંશની હત્યા સંપૂર્ણ પણે બંધ થાય તે માટે રાજય સરકાર દ્વારા કડક કાયદો બનાવવામાં આવ્યો છે. જેમાં ગૌવંશની હત્યા કરનારને 14 વર્ષની આકરી સજા ફટકારતું એકમાત્ર રાજય ગુજરાત છે. સૌ જીવોને અભયદાન એ શાસનકર્તાઓની નૈતિક ફરજ છે તેવું માનતી ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ધૂળેટીના પાવન પર્વના દિવસે સમસ્ત મહાજન દ્વારા રજતતુલા કરવામાં આવી હતી.

26 1

આ તકે મુખ્યમંત્રીના હસ્તે પાંજરાપોળને ચેક વિતરણ કરવામા આવ્યું હતુ. અને ગૌચર વિકાસના ત્રણ કામોનો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો. આગામી વર્ષનાં બજેટમાં રાજયમાં પાંજરપોળો આત્મનિર્ભર બનાવવા માટે 100 કરોડ રૂપીયાની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત કરૂણા અભિયાન અંતર્ગત 350 ફરતા પશુ દવાખાનાઓ અને બન્નીમાં ઘાસ ઉગાડવાનાં મોટાપ્રોજેકટ શરૂ કરવા જેવા જીવદયાના કામો પર ભાર મૂકવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.