Abtak Media Google News

આગામી વિધાનસભા ચુંટણીમાં ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત : નીતિનભાઈ પટેલ

ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય   કમલમ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ  જીતુભાઇ વાઘાણીના અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટ નાણાંમંત્રી   અરુણ જેટલી, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી  મતી નિર્મલા સીતારામન, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી   વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં અગામી વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પક્ષનાં વરિષ્ઠ હોદ્દેદારો સો મીડિયા કાર્યશાળા યોજવામાં આવી હતી. આ સમગ્ર બેઠકમાંનું એક સત્ર   રાજુભાઈ ધ્રુવનાં અધ્યક્ષ સને મુખ્ય વક્તા નાયબ મુખ્યમંત્રી   નીતિનભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવક્તા   ભરતભાઈ પંડ્યા, ભાજપ રાષ્ટ્રીય પ્રવક્તા એલએમ નરસિમ્હા અને સંબિત પાત્રા નેતૃત્વમાં યોજવામાં આવ્યું હતું. ભાજપ મીડિયા કાર્યશાળામાં   વિજયભાઈ રૂપાણીએ સર્વે ઉપસ્તિ મહાનુભાવો અને મંચસ્ોની સો ભારતીય જનતા પાર્ટીનાં મીડિયાસેલનાં કાર્યકરોને અગામી વિધાનસભાની ચુંટણીમાં જીતનો ગુરુમંત્ર આપ્યો હતો.રાજુભાઈ ધ્રુવે ગુજરાતની જનતાનો સા અને વિશ્વાસ ભાજપ સો હોવાનું જણાવી ભાજપ મુખ્યમંત્રી   વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં તેમજ પક્ષ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાનાં માર્ગદર્શન ગુજરાતમાં જીતનો વિક્રમ સર્જક ઈતિહાસ રચશે એવો વિશ્વાસ પ્રગટ કર્યો હતો. સંગઠન મહામંત્રી   ભીખુભાઈ દલસાણીયાએ આ સમગ્ર કાર્યક્રમનાં અંતે સમાપન વક્તવ્ય આપ્યું હતું. કમલમ ખાતે યોજાયેલી આ મીડિયા કાર્યશાળામાં રાજકોટી નીતિનભાઈ ભૂત, નીશિતભાઈ ત્રીવેદી, અરૂણભાઈ નિર્મલ, હિરેનભાઈ જોશી અને પક્ષનાં અન્ય આઈટી મીડિયાસેલનાં કાર્યોકરો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.