Abtak Media Google News

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 6 દિવસના ઇઝરાયેલ પ્રવાસે છે, ત્યારે તેમણે ઈઝરાયેલમાં આવેલી અગ્રણી એગ્રો કંપનીની મુલાકાત લીધી હતી. સાથે જ રૂપાણીએ સિંચાઇ પદ્ધતિ અને ગ્રીન હાઉસ એગ્રો ટેક્નોલોજી માટે નેટાફિમની મુલાકાત લઈને ઇઝરાયેલની ખેતી, પાક અને સિંચાઇ ટેક્નિકસની વિગતો મેળવી હતી.

Advertisement

23 1530172512 1ડિજિટલ ફાર્મિંગ પદ્ધત્તિ દ્વારા ગુજરાતના કૃષિ ક્ષેત્રે નવા આયામો સર્જીને ગુજરાતની કૃષિ અને કિસાનોના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણી બુધવારે ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં પહોંચતા તેમનું શાનદાર સ્વાગત કરાયું હતું.

Phpthumb Generated Thumbnail 8મુખ્યમંત્રીએ ઇઝરાયલના સૌથી મોટા શેફેડના ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યુ હતું. મુખ્યમંત્રીએ ઇઝરાયલમાં વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે નેશનલ લેવલે અગ્રેસર મેકોરેટના સંચાલકો, પદાધિકારીઓ સાથે વોટર મેનેજમેન્ટ ટેકનોલોજિઝ વિષયક પરામર્શ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.