Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરશ્રી બંછાનિધી પાની ધ્વારા રાજકોટ શહેરમાં ચાના પ્લાસ્ટીકના કપ તથા પાણીના પાઉચના વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.Img 20180628 Wa0122

Advertisement

આ જાહેરનામાના અમલ અર્થે આજ રોજ તા. ૨૮-૦૬-૨૦૧૮ નાં રોજ પુર્વ-ઝોનનાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પુર્વ-ઝોનમાં આવેલ કુવાડવા રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, ૮૦ ફૂટ રોડ, ચુનારાવાડ રોડ, ભાવનગર રોડ, કોઠારીયા રોડ વગેરે પર ચાના કપ તથા પાણીના પાઉચ જપ્ત કરવાની ઝુંબેશ કરવામાં આવેલ છે.

Img 20180628 Wa0100 જેમાં ઉક્ત માર્ગો પર પાણીના પાઉચ મળેલ નથી અને ચાના કપ જપ્ત કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.

ક્રમ નં.રોડનું નામજપ્ત કરેલ ચા ના કપની સંખ્યાવસુલેલ વહીવટી ચાર્જ
કુવાડવા રોડ૭૦૦૧૦૦૦
પેડક રોડ૮૨૦૧૦૦
સંતકબીર રોડ૪૪૦૦૧૫૦૦
ભાવનગર રોડ૧૨૦૦૧૦૦
કોઠારીયા રોડ૨૮૦૧૦૦૦
૮૦ ફૂટ રોડ૨૨૨૦૦
ચુનારાવાડ રોડ૬૬૦
કુલ ૩૦૨૬૦૩૭૦૦

 

Rajkot Muncipal Corporation News
rajkot muncipal corporation news

ઉક્ત કામગીરી કમિશ્નરશ્રીની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશ્નરશ્રી સી. બી. ગણાત્રાના માર્ગદર્શન હેઠળ પુર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેરશ્રી પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઈજનેરશ્રી જીજ્ઞેશ વાઘેલા,

Img 20180628 Wa0004 મદદનીશ પર્યાવરણ ઇજનેર વિલાસબેન ચિકાણી તથા વોર્ડના એસ. આઈ.  આર.યુ. રાવલ,  ડી. કે. સીંધવ, એન. એમ. જાદવ, પ્રફુલ ત્રિવેદી, એમ. એ. વસાવા, શ્રી ડી. એચ. ચાવડા તથા વોર્ડના એસ. એસ. આઈ.  પ્રભાત બાલાસરા, અશ્વિન વાઘેલા, એચ. એન. ગોહેલ, પ્રતિક રાણાવસિયા, પ્રશાંત વ્યાસ, ભરત ટાંક, ભુપત સોલંકી, જય ચૌહાણ તથા એ. એફ. પઠાણ ધ્વારા કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.