Abtak Media Google News

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદમાં ખાદી સરિતાનું ઉદ્ઘાટન કરીને ખાદીની ખરીદી કરી હતી. તેમજ ‘ખાદી ફોર નેક્સ્ટ જનરેશન, ખાદી ફોર અવર નેશન’નો મંત્ર આપ્યો હતો. આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું કે, ચાલુ વર્ષે સમગ્ર દેશ 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જ્યંતિ ઉજવવા જઈ રહ્યો છે,ત્યારે ગાંધીજી અને ખાદીને અલગ કરી જ ન શકાય. આજે 150 વર્ષે પણ ગાંધી વિચાર ગાંધી જીવન મૂલ્યો આજના સમયમાં પણ એટલા જ રિલેવન્ટ અને પ્રસ્તુત છે.

Khadi Saritaઆ ઉપરાંત મુખ્યમંત્રીએ આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જ્યંતિ પણ આજે છે, તેનો સુયોગ વર્ણવતા કહ્યું કે, ગાંધી, લોહિયા અને દીન દયાળજી ત્રણેયના વિચારો મૂડીવાદ અને સામ્રાજ્ય વાદ વચ્ચે પીસાતી દુનિયાને આજે ગાંધી વિચાર, એકાત્મ માનવવાદ અને સમાજવાદ દ્વારા ઉપયુક્ત બન્યા છે.

Khadisarita 6તેમણે ટ્રસ્ટીશિપની ભાવના, અપરિગ્રહ અને સૌ સુખી તો સુખી આપણેના ભાવ સાથે દરિદ્ર નારાયણની સેવા અને રચનાત્મક પ્રવૃતિથી ભવિષ્યનાં ભારતની ભાવના ગાંધીજીએ વિકસાવી હતી.

Khadi Sarita2

Khadisarita 5

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.