Abtak Media Google News

કેબિનધારકો કસીનોની મોજ માણી શકશે: 1 હજાર સુધીના કોઈન અપાશે 

ક્રુઝ 16 કેબિન, ગેમિંગ લાઉન્જ, એન્ટરટેઇનમેન્ટ ઓન ડેસ્ક સહિતની સુવિધાઓથી સજ્જ

કેંદ્રની મોદી સરકાર તરફથી ગુજરાતને વધુ એક ભેટ આપવામાં આવી છે. આગામી સમયમાં સુરતના હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ સેવાની શરૂઆત કરવામાં આવશે. 300 મુસાફરની  કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં 16 જેટલી કેબિન હશે. દર સોમવારે અને બુધવારે સાંજે હજીરાથી ક્રુઝ ઉપડશે.  જે બીજા દિવસે સવારે દીવ પહોંચશે. હજીરાથી દીવ સુધીના એક તરફી મુસાફરી માટે આશરે 13થી 14 કલાકનો સમય લાગશે.

સુરતનાં હજીરા પોર્ટથી દીવ વચ્ચે ક્રુઝ સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે આવતીકાલે સાંજે 4:30 કલાકે હજીરા ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવશે. હજીરા-ઘોઘા રો-પેક્સને શાનદાર પ્રતિસાદચાર માસ પૂર્વે જ પ્રધાનમંત્રીનાં હસ્તે નહજીરા-ઘોઘાથ રો-પેક્સ સેવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. માત્ર 4  માસમાં 1 લાખથી વધુ પેસેન્જર્સ તથા હજ્જારો વાહનો દ્વારા આ સેવાનો લાભ લીધેલ છે. આ સેવાની ભવ્ય સફળતા બાદ હજીરાથી દીવ માટેનાં ક્રુઝ સેવાની શરૂઆત કેન્દ્રીય મંત્રી  મનસુખ માંડવિયાનાં હસ્તે 31 માર્ચના રોજ વર્ચ્યુઅલી કરવામાં આવશે. 300 પેસેન્જરની કેપેસીટી ધરાવતી કુઝ દર સોમવારે અને બુધવારે સાંજે હજીરાથી ઉપડશે અને બીજા દિવસે દિવ ખાતે પહોંચશે. તેજ દિવસે સોજ દિવથી ઉપડી પછીના દિવસે હજીરા પહોંચશે. જેમાં હજીરાથી દિવ સુધીનું પ્રતિ વ્યક્તિનું ભાડુ રૂ.900 નિયત કરવામાં આવ્યું છે. જો કોઇ વ્યક્તિ રિટર્ન લેશે તો તેને 100 રૂપીયાનો ફાયદો થશે રિટર્ન ટિકિટ રૂ.1700માં મળશે. ભારત સરકાર દ્વારા હજીરા-ઘોઘા વચ્ચે શરૂ કરવામાં આવેલી રો-પેકસ ફેરીની ભવ્ય સફળતા બાદ હવે ગુજરાતને વધુ એક ભેટ આપવામાં આવી છે સુરતના હજીરાથી દીવ વચ્ચે કુઝ ફેસેલીટી શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે આવતીકાલે બુધવારે બપોરે 4:30 કલાકે હજીરા ખાતેથી આ સપાનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે.

કેટલો લાગશે સમય અને કેવી હશે સુવિધા

Cruise

આ ક્રુઝ દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને ક્રુઝ બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે. એક બાજુની મુસાફરી માટે અંદાજે 13 થી 14કલાકનો સમય લાગશે. 300 પેસેન્જરની કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં 16 જેટલી કેબીન પણ આવેલી છે. આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે. આ ક્રુઝમાં ગેમીંગ લાઉન્જ, વી.આઈ.પી. લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વિગેરે આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ક્રુઝમાં કેબિનધારકો કસનીનોની પણ મોજ માણી શકશે. દરેક સિંગલ કેબિનધારકને 500 કોઈન તો ડબલ કેબિનધારકને 1 હજાર કોઈન મફત આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.