Abtak Media Google News

રોડ-રસ્તાનુ સુપર વિઝન કરનાર બે એજન્સીઓને નોટિસ ફટકારાઈ:બ્લેક લિસ્ટ કરાશે

મોરબી શહેરમાં નવા બનાવાયેલા રોડ વરસાદમાં તૂટી જતા નગર પાલિકાએ આકરું વલણ અપનાવ્યું છે. પાલિકાના ચીફ ઓફિસર દ્વારા બે ક્ધસલ્ટિંગ એજન્સીને નોટીસ ફટકારી કોન્ટ્રાકટર પાસે રોડ રીપેરીંગ કરાવવા તાકીદ કરી એજન્સીઓને બ્લેકલીસ્ટ કરવા ચીમકી આપતા કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ મચી ગયો છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી પાલિકાના રોડ રસ્તાના કામોનું સુપરવિઝન કરવા નિમાયેલ ક્ધસલ્ટિંગ એજન્સીઓ દ્વારા બેદરકારી દાખવવામાં આવતા એક મહિના પહેલા બનાવવામાં આવેલા રીડ રસ્તા તૂટી જવા પામ્યા છે એ મામલે ચીફ ઓફિસર દ્વારા ક્ધસલ્ટન્ટ મનીષભાઈ રૂપારેલ અને સસ્ટેનેબલ ક્ધસલ્ટીન્ગ ચૈતન્ય પંડ્યાને નોટીસ ફટકારી છે.

નોટિસમાં જણાવ્યું છે કે રોડ રસ્તાના  કામોનું સુપરવિઝન કરીને કામ ટેન્ડર સ્પેસીફીકેશન મુજબ થાય તે જોવાની જવાબદારી હોવા છતાં એજન્સી તરફથી કોઈ પ્રકારનું સુપરવિઝન કરવામાં આવ્યું નથી અને બીલ વેરીફાઈ કરી બરોબાર મોકલાવી દીધાનું જણાય છે જેથી કચેરી દ્વારા નોટીસ મારફત જણાવાયું છે કે નબળા કામોનું લીસ્ટ મેળવી જેટલા કામો નબળા થયા છે અને રોડ રસ્તા તૂટી ગયા છે તે તાત્કાલિક જે તે કોન્ટ્રાકટર પાસે રીપેરીંગ કરાવી લેવા અને કચેરીને ખાતરી કરાવવી ત્યાં સુધી તમારા કોઈપણ બીલ ચુકવવામાં નહી આવે જેન નોંધ લેવી.

આ ઉપરાંત એજન્સી દ્વારા જો આ કામગીરી નહિ કરવામાં આવે કે વિલંભ થશે તો એજન્સીને બ્લેક લીસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટતા કરતા લેભાગુ એજન્સી અને બેદરકાર કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ મચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.