Abtak Media Google News

આજરોજ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી- રાજકોટને મળેલ ફરિયાદના આધારે મુ.બાવરણ તા.જી.rajkot રાજકોટ ખાતે જયંતીભાઈ વેરશીભાઈ જખાણીયાની પુત્રી ચિ.કાજલના લગ્ન મુ.મેવાસા તા. ચોટીલા જી.સુરેન્દ્રનગરના રહીશ વિરામભાઈ સાડમીયાનો દીકરા લાલો ઉ.વ.૧૯ સાથે આજરોજ તા.૦૬/૦૨/૨૦૧૮ ના રાજ બાવરણ ખાતે સાંજના લગ્ન રાખવામાં આવેલ હોય જે જગ્યા ઉપર કુવાડવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે સ્થળ તપાસ કરતા વરની ઉંમર નાની હોય બાળલગ્ન અટકાયત અધિનિયમ હેઠળ ગુન્હો બનતો હોય આ બાળલગ્ન અટકાવવામાં આવેલ છે.

આ કાર્યવાહી જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી કનકસિંહ વિ.ઝાલા એમ.એન.ગોસ્વામી, એ.એસ.વાઘેલા, એમ.પી.પંડિત, અલ્પેશગીરી ગોસ્વામી, મિત્સુબેન વ્યાસ દ્વારા કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.