Abtak Media Google News

સેક્સ એ પ્રેમની લાગણીનું એક સુંદર સ્વરુપ છે. તો દરેક પુખ્ત વ્યક્તિની એક શારીરીક જરુરીયાત પણ કહી શકાય ત્યારે સંભોગ દરેક સમયે સુખાકારી હોય તેવું નથી બનતું. અનેકવાર એવું પણ બને છે કે સેક્સ દરમિયાન શરીરનાં અમુક નાજુક અંગોને ઇજા પહોંચે છે જેનાથી સેક્સને પણ થોડા દિવસો વિરામ આપવાનો વારો આવે છે તો આવો જાણીએ કે સંભોગ દરમિયાન કેવા-કેવા પ્રકારની ઇજાઓ થવાની ઇજાઓ થવાની શક્યતાઓ રહેલી છે.

Advertisement

– બેક ઇન્જરીસ :

સેક્સ દરમિયાન પીઠનો દુ:ખાવો થવો એ કદાચ સામાન્ય પરિસ્થિતિ છે. સંભોગને વધુ આનંદદાયક બનાવવા યુગલો વિવિધ પોઝીશનનો પ્રયોગ કરતા હોય છે. ત્યારે કેટલીવાર નવા પ્રયોગો શરીરને ભારે પડે છે જેનાં કારણે પીઠ અને કમરની નસો અને મસલ્સને પ્રેશર આવવાથી તેમાં દુ:ખાવા થવો કે સોજો આવે છે. જેના ઉપચાર માટે શેક કરવો હિતાવહ રહે છે.

– યોની માર્ગમાં ઇજા થવી :

સંભોગ દરમિયાન યોની માર્ગમાં ઇજા થવી એ પણ એક ખૂબ જ સામાન્ય બાબત બની છેે. એવું ત્યારે બને છે જ્યારે સેક્સ દરમિયાન યોની પ્રવેશ સમયે  સ્ત્રીઓનાં ગુપ્તાંગમાંથી લોહી નીકળે છે. અથવા સંભોગનાં આનંદમાં શારિરીક ઇજા થાય છે. આવું તેવા સમયે  થાય છે જેમાં સ્ત્રીનો યોનીમાર્ગ ડ્રાય હોય છે જેના ઉપચાર માટે યોગ્ય લ્યુબ્રીકેન્ટનો સેક્સ સમયે ઉપયોગ કરવો જરુરી બને છે. આટલું કરવા છતા આ સમસ્યાનો ઉકેલ ન આવે તો યોગ્ય મેડિકલ ઉપચાર કરવો હિતાવહ સાબિત થાય છે.

– યુરીનલમાં ઇન્ફેક્શન થવું :

યુરીનલ ઇન્ફેક્શન એટલે કે પેશાબમાં ફૂગ થવી અથવા તો પેશાબની નળીમાં ઇન્ફેક્શન થવું જેનું મુખ્ય કારણ સંભોગ દરમિયાન સ્વચ્છતા અથવા હાઇજીન બાબતે બેદરકારી દાખવી હોય અથવા સંભોગ સમયે પુરુષનું પેનીસ લાળ વાળું હોવાથી પણ મુત્રાશયનું ઇન્ફેક્શન થાય છે અને એટલે જ સંભોગ સમયે હાઇજીન બાબતે ખાસ કાળજી લેવી જરુરી બને છે.

– યોની માર્ગમાં કંઇક ફસાઇ જવું :

સેફ સેક્સ માટે કોન્ડોમનો ઉપયોગ હિતાવહ રહે છે ત્યારે ક્યારેક કોન્ડોમ સ્ત્રીનાં યોનીમાર્ગમાં ફસાઇ જાય છે આ ઉપરાંત ક્યારેક રક્તસ્ત્રાવને શોષવા પણ અનેક વસ્તુનો ઉપયોગ થાય છે જે યોનીમાર્ગમાં ફસાવવાની સંભાવનાઓ રહે છે ત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે આ પ્રકારની પરિસ્થિતિમાં ડોક્ટરની મુલાકાત લેવી એ યોગ્ય નિર્ણય સાબિત થાય છે.

– ફોડકીઓ થવી :

સેક્સનો આનંદ નવી રીતે માણવાં અનેકવાર કપલ બેડ સિવાયની જગ્યા જેવી કે ફ્લોર અથવા ફ્લોર પર પાથરેલાં કાર્પેટ પર સેક્સ કરે છે તેવા સમયે પૃષ્ઠના ભાગે અથવા તો શરીરનાં અન્ય અંગો પર ઘસારાનાં કારણે ઇજા થાય છે જેને કાર્પેટ બને કહેવાય છે જો તેવું થાય ત્યારે એન્ટી બેક્ટેરીયલ સાબુથી તેને સાફ કરી એન્ટીબેક્ટેરીયલ ક્રિમ લગાડવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.