Abtak Media Google News

Table of Contents

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં સિવિલ હોસ્પિટલ ચોકમાં યોજાયા ધરણા

બાળકોનાં મૃત્યુ મામલે રૂબરૂ મળવા કોંગી કોર્પોરેટરોએ મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો

કાલે રાજકોટનાં કોંગી કોર્પોરેટરો ગાંધીનગરમાં ધામા નાખશે

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં થયેલા બાળકોના મૃત્યુના મામલે આજે કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા. દરમિયાન આ ઘટનામાં કોંગ્રેસનાં કોર્પોરેટરોએ રૂબરૂ મળવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાસે સમય માંગ્યો છે. આવતીકાલે તમામ કોંગી કોર્પોરેટરો ગાંધીનગરમાં ધામા નાખશે.

મહાપાલિકાનાં વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ આજે બપોરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી શહેરની સિવિલ હોસ્પિટલમાં બાળકોનાં મૃત્યુ મામલે રજુઆત કરવા રૂબરૂ સમય માંગ્યો છે. આવતીકાલે સવારે કોંગ્રેસનાં તમામ ૩૨ કોર્પોરેટરો ગાંધીનગર ખાતે જશે અને ત્યાં મુખ્યમંત્રીને મળી સિવિલ હોસ્પિટલમાં થયેલા બાળકોનાં મૃત્યુ મામલે રજુઆત કરશે.

રાજકોટ-અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રણ માસમાં બાળ મૃત્યુદર ઘટયા: નીતિન પટેલ

રાજ્યમાં બાળમૃત્યુ અને નવજાત શીશુ મૃત્યુ દર ઘટાડવા ૪૧ સરકારી ખાસ નવજાત શીશુ સંભાળ એકમો અને ૨૫૦ ખાનગી બાળ સખા તબીબો કાર્યરત: નવા ૧૦ સરકારી એકમો આ વર્ષે કાર્યરત કરાશે

નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઇ પટેલે અમદાવાદ અને રાજકોટ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં બાળમૃત્યુ સંદર્ભે આવેલા અહેવાલો અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, રાજ્ય સરકારના સઘન પ્રયાસોના પરિણામે દેશના સરેરાશ બાળ મૃત્યુ દર એસઆરએસ-૨૦૧૭ મુજબ ૩૩ની સરખામણીએ ગુજરાતનો બાળ મૃત્યુ દર ૩૦ હતો જે ચાલુ વર્ષના અંતે ૨૫ સુધી પહોંચ્યો છે.

રાજ્યમાં પ્રતિવર્ષ ૧૨ લાખથી વધુ બાળકોનો જન્મ થાય છે. ત્યારે રાજય સરકારની સઘન વ્યવસ્થાને પરિણામે વર્ષ ૧૯૯૭માં પ્રતિ ૧,૦૦૦ બાળકોએ ૬૨ બાળકો મૃત્યુ પામતા હતા, તે ક્રમશ: ઘટીને વર્ષ ૨૦૧૭માં ૩૦ સુધી પહોંચ્યો છે અને નવેમ્બર ૨૦૧૯ સુધીમાં તે ૨૫ સુધી ઘટ્યો છે અને તે નજીકના ભવિષ્યમાં ૧૫થી નીચે લઇ જવાનો અમારો નિર્ધાર છે.

પી.ડી.યુ રાજકોટ, હોસ્પિટલ ખાતે ઓક્ટોબર- ૨૦૧૯ દરમિયાન કુલ ૮૧૫ પ્રસૂતી, નવેમ્બર-૨૦૧૯ માં ૮૪૬ પ્રસૂતિ અને ડીસેમ્બર-૨૦૧૯માં ૮૦૪ પ્રસૂતિ થઈ હતી, તે પૈકી રાજકોટ હોસ્પીટલમાં પ્રસૂતિ થયેલ અને એસ.એન.સી.યુ. યુનિટમાં આ ત્રણ માસમાં ૨૮૮, ૨૮૧ અને ૨૨૮ બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત અન્ય બહારની  હોસ્પિટલમાંથી રિફર થઈ ને ૪૯૯ બાળકો સારવાર માટે દાખલ રાજકોટ એસ.એન.સી.યુ. યુનિટમાં દાખલ થયેલ હતા. જે પૈકી ઓક્ટોબર- ૨૦૧૯ માં ૮૭ બાળકો (૧૯.૩%),  નવેમ્બર-૨૦૧૯માં  ૭૧ બાળકો (૧૫.૫%) અને ડીસેમ્બર-૨૦૧૯ માં ૧૧૧ (૨૮%) નવજાત શિશુ ના મૃત્યુ થયેલ છે.

તેમણે ઉમેર્યું કે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ, ખાતે ઓક્ટોબર ૨૦૧૯ દરમિયાન કુલ ૮૮૫ પ્રસૂતી , નવેમ્બર -૧૯ માં ૯૦૧ પ્રસૂતિ , ડીસેમ્બર-૧૯ માં ૮૪૯ પ્રસૂતિ થઈ હતી, તે પૈકી આ ત્રણ માસમાં ૧૯૪, ૧૮૯ અને ૧૭૨ બાળકો એસ.એન.સી.યુ માં સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં જ પ્રસૂતિ થયેલ બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૮૦૨ બાળકો અન્ય બહારની હોસ્પિટલ માથી રિફર થઈ ને સારવાર માટે દાખલ થયેલ હતા. જે પૈકી અનુક્રમે ઓક્ટોબર- ૨૦૧૯માં ૯૧ બાળકો  (૧૮.૪%), નવેમ્બર ૨૦૧૯ માં ૭૪ બાળકો  (૧૬.૪%) અને ડીસેમ્બર ૨૦૧૯ માં ૮૮ (૨૧.૨%) નવજાત શિશુ ના મૃત્યુ થયેલ છે.

પટેલે ઉમેર્યું કે, રાજ્યમાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઘટે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં ૪૧ એસએનસીયુ અને ખાનગી હોસ્પિટલોમાં ૨૫૦ થી વધુ બાળસખા યુનિટો કાર્યરત છે. જેમાં બાળરોગ નિષ્ણાંત તબીબો, નર્સીંગ સ્ટાફ સહિત તાલીમબધ્ધ કર્મીઓ સેવાઓ આપે છે. જેના પરિણામે આ દર આટલો નીચે લઇ જઇ શક્યા છીએ.

પટેલે કહ્યું કે રાજ્યમાં ૨૦૧૭ -૧૮ માં ૪૦ ખાસ નવજાત શિશુ સારવાર (એસએનસીયુ) કેન્દ્રો કાર્યરત હતા, ૨૦૧૯-૨૦ માં વ્યાપ વધારી ને ૪૭ ખાસ નવજાત શિશુ સારવાર (એસએનસીયુ) કેન્દ્રો કાર્યરત કરેલ છે અને વર્ષ ૨૦૨૦-૨૧ માં વધુ ૧૦ ખાસ નવજાત શિશુ સારવાર (એસએનસીયુ) કેન્દ્રો શરૂ રાજ્ય સરકાર કરવા જઇ રહી છે ખાનગી તબીબો પૈકી નવજાત શિશુ સારવાર કરી શકે તેવા કુલ ૨૫૦ નવજાત શિશુ હોસ્પિટલોને બાલસખા-૩ યોજના અંતર્ગત તાલુકા મથકો ઉપર આ સુવિધા ઉપલબ્ધ થાય તે મુજબનું આયોજન કરેલ છે જે અંતર્ગત ૧.૫ કિગ્રાથી ઓછા વજનવાળા તેમજ કોઇપણ જાતની ગંભીર બિમારીથી પીડાતા જેવી કે જન્મ સમયે શ્વાસ લેવામાં તકલીફ, લોહીમાં સોડિયમ કે સુગરનું ઓછું પ્રમાણ, ડીલીવરી સમયે ગર્ભનું પાણી પી ગયા હોય તેવા બાળકોની ખાનગી પિડિયાટ્રીશીયન પાસે દાખલ કરી એપ્રિલ-૧૯થી ડિસેમ્બર-૧૯ સુધીમાં ૩૧,૦૦૦થી વધારે બાળકોને સારવાર આપવામાં આવેલ છે. જેમાં સરકાર દ્વારા બાળક દીઠ રૂ. ૪૯,૦૦૦/- ડોક્ટરને ચુકવવામાં આવે છે.

પટેલે ઉમેર્યું કે, બાળ મૃત્યુ દરના અહેવાલોના આધારે વિપક્ષી રાજકીય પક્ષોના નેતાઓ માહિતિ મેળવી અભ્યાસ કર્યા વગર ફક્ત રાજકીય બદઇરાદાઓથી જે નિવેદનો કર્યા છે તે યોગ્ય નથી. વિપક્ષ દ્વારા ખોટી અફવાઓ પણ ન ફેલાવવી જોઇએ. રાજ્યના ૬.૫ કરોડથી વધુ નાગરિકોને સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પૂરી પાડવા રાજ્ય સરકાર જે સંવેદનશીલતાથી કામ કરી રહે છે તેને આવકારવા અને સહયોગ આપવાને બદલે નિમ્ન કક્ષાના રાજકીય આક્ષેપો કરે છે તેને વખોડી કાઢવામાં આવે છે.

નવજાત શિશૂના મૃત્યુના વિરોધમાં કોંગ્રેસના ધરણા

Dsc 2798

સીવીલમાં કે.ટી.સી. હોસ્પિટલમાં એક જ માસમાં ૧૧૧ નવજાત શિશુના મૃત્યુ બાદ વધુ આંકડાઓ બહાર ન આવતા કોંગ્રેસ કાર્યકર્તાઓએ હોસ્પિટલ ચોક ખાતે પ્રદેશ આગેવાનો, કોર્પોરેટરો, સહિતનાઓએ ધરણા કરવામાં આવ્યા હતા.

આ તકે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સહિતનાઓ એ તબીબી અધિક્ષક ડો. મનીષ મહેતા સાથે હોસ્પિટલની મુલાકાત કરી હતી.

રાજકોટ નવજાત શિશુ બાળકોના મૃત્યુઆંક

  • જાન્યુઆરી ૧૨૨ બાળકો ના મોત
  • ફેબ્રુઆરી ૧૦૫ બાળકો ના મોત
  • માર્ચ ૮૮ બાળકો ના મોત
  • એપ્રિલ ૭૭ બાળકો ના મોત
  • મેં ૭૮ બાળકો ના મોત
  • જૂન ૮૮ બાળકો ના મોત
  • જુલાઈ ૮૪ બાળકો ના મોત
  • ઓગસ્ટ  ૧૦૦ બાળકો ના મોત
  • સપ્ટેમ્બર  ૧૧૮ બાળકો ના મોત
  • ઓક્ટોમ્બર  ૧૩૧ બાળકો ના મોત
  • નવેમ્બર ૧૧૦ બાળકો ના મોત
  • ડિસેમ્બર ૧૩૪ બાળકો ના મોત

કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં બંદોબસ્ત

કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક જ માસમાં ૧૧૧ નવજાત બાળકના મોત નિપજયાની જાણકારી બાદ રવિવારે વહેલી સવારથી જ ઢાંકપીછોડા કરવામાં કોઈ કસર બાકી રાખી નહતી શિશુઓને લગતા તમામ રેકોર્ડની સૂરક્ષા માટે તમામ રેકોર્ડને તિજોરીમાં મુકાવી કે.ટી.સી. હોસ્પિટલ બહાર એસઆરપી બંદોબસ્ત ગોઠવી બાળકોનાં માતા પિતા સહિત તમામ લોકોને પ્રવેશબંધી લાદી દેવામાં આવી હતી બાળકોનાં મૃત્યુઆંકને લગતી કોઈ પણ માહિતી બહાર ન આવે તેના માટેના પ્રયાસો આદર્યા હતા.

ડિસેમ્બર માસમાં જ ૧૧૧ નવજાત શિશુના મોત

રાજકોટમાં નવજાત શિશુના બાળકોનાં મૃત્યુઆંક બહાર આવતા ચકચાર મચી જવા પામી હતી. માત્ર ડિસેમ્બર માસમાં જ ૩૮૮ જેટલા નવજાત શિશુ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં સાત શિશુને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા બાકીનાં ૩૩૦ શિશુમાંથી ૧૧૧ શિશુના મોત નિપજયા હતા. જેમાના સાત શિશુને મગજની ખામી, જયારે લોહી ફેફસા, નાડીમાં ઈન્ફેકશનને કારણે રસી થતા મોત ઈન્પેકશન બાદ એનઆઈસીયુ જવાબદારી ચેપ દૂરક રવાની હોય છે. તે બિનકાર્યક્ષમ પૂરવાર થઈ છે. ૧૧૧ શિશુના મોતમાંથી માત્ર સાત શિશુના ખોડખાપણનો શિકાર થયાનું જાણવા મળ્યું હતુ.

કે.ટી.સી. હોસ્પિટલમાં સ્ટાફ અને સુવિધાઓનો અભાવ

માત્ર એક જ માસમાં ૧૧૧ નવજાત શિશુ મોતને ભેટયા હતા તબીબી અધિક્ષકે બચાવમાં કે.ટી.સી. હોસ્પિટલમાં તબીબો, નર્સ, અને સ્ટાફની અછત અને સુવિધાઓ અપૂરતી હોવાનું જણાવ્યું હતુ જયારે શિશુના મોત અને અન્ય આંકડાઓની માંગણી કરતા કે.ટી.સી. હોસ્પિટલની બહાર એસઆરપી ટુકડી તેનાત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.