Abtak Media Google News

ઓબ્ઝર્વેશન હોમમાંથી નામચીન શખ્સ પાસે ગાંજો અને મોબાઇલ કયાંથી આવ્યા?: પીસીઆરના સ્ટાફે ઢાકપીછોડો કર્યોની ચર્ચા: સુરક્ષા ગૃહમાં રોજ રાતે દારૂ-ગાંજાની મહેફીલ અને સગીર આરોપી પર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય થતું હોવાની ચર્ચા

બાળ અપરાધિઓને કાયદાની જોગવાઇ મુજબ સુધરવાની તક આપવામાં આવે છે ત્યારે શહેરના ગોંડલ રોડ પર આવેલા બાળ સુરક્ષા ગૃહમાં રાખવામાં આવતા બાળકો માટે નર્કાગાર બની ગયું હોય તેવું પ્રકાશમાં આવ્યું છે. ગઇકાલે સ્પેશ્યલ હોમ ફોર બોયર્ઝમાંથી નામચીન શખ્સ ફરાર થઇ ગયાનું પોલીસમાં નોંધાયું છે. ફરાર થવા પાછળ પણ સ્પેશ્યલ હોમ ફોર બોયઝના સંચાલકો જ જવાબદાર હોય તેવું ચિત્ર ઉપસ્થિત રહ્યું છે. Aa

બી ડિવિઝનના પોલીસમેન ભરતભાઇ ગઢવીની હત્યાના ગુનામા છેલ્લા અઢી માસથી ગોંડલ રોડ પર આવેલા સ્પેશ્યલ હોમ ફોર બોયઝમાં રાખવામાં આવેલા આશાપુરાનગરના રાજપાલ ઉર્ફે રાજો સુધિરસિંહ જાડેજા નામનો શખ્સ સિક્યુરીટી સ્ટાફને ચકમો દઇ ફરાર થયાનું એ ડિવિઝન પોલીસમાં નોંધાયું છે.

રાજપાલસિંહ ઉર્ફે રાજો સ્પેશ્યલ હોમ ફોર બોયઝમાંથી ફરાર થયાની ઘટના અંગે ‘અબતક’ની ટીમ દ્વારા કરાયેલી છાનભીનમાં સુરક્ષા ગૃહમાં રાજપાલ ઉર્ફે રાજો જાડેજા દરરોજ દારૂની મહેફીલ કરતો હોવાનું અને નાની ઉમરના બાળ અપરાધિઓ પર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરતો હોવાની ફરિયાદો મળી હતી.

ભરતભાઇ ગઢવીની હત્યાના ગુનામાં સ્પેશ્યલ હોમ ફોર બોયઝમાં રાખવામાં આવેલા શક્તિ ઉર્ફે પેન્ડો અને રૂષિરાજસિંહ સરવૈયાની હત્યા થઇ હતી. જ્યારે તેની સાથે જ ઝડપાયેલા રાજપાલ ઉર્ફે રાજા જાડેજા સામે સ્પેશ્યલ હોમ ફોર બોયઝમાં જામનગરના સગીર આરોપી પર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરવાનો અને દારૂની મહેફીલ માણ્યા અંગેનો ગુનો નોંધાયો હતો.

સૃષ્ટિ વિરૂધ્ધના ગુનામાં રાજપાલ ઉર્ફે રાજા જાડેજા છુટી જતા પોલીસમેનની હત્યાના ગુનામાં ફરી તેને સુરક્ષા ગૃહમાં મોકલવામાં આવતા તેને પહેલાની જેમ ફરી દાદાગીરી શરૂ કરી હતી અને સુરક્ષા ગૃહમાં રહેલા અન્ય બાળ આરોપીઓને મારકૃટ કરવી અને તેના પર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરતો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

ગઇકાલે સુરક્ષા ગૃહમાંથી ગાંજો અને બે મોબાઇલ રાજપાલ ઉર્ફે રાજા પાસેથી મળી આવતા પીસીઆર બોલાવવામાં આવી હતી પણ ગમે તે કારણોસર ગાંજો અને મોબાઇલ રાજપાલ ઉર્ફે રાજા પાસે કયાંથી આવ્યા તે અંગેની સમગ્ર ઘટના પર પડદો પાડી દેવામાં આવ્યો છે.Ccc

રાજપાલ ઉર્ફે રાજા જાડેજાને પોતાની સામે ગાંજા અને મોબાઇલ અંગેનો ગુનો નોંધાશે તેવા ડરના કારણે ગતરાતે સુરક્ષા ગૃહના સિક્યુરીટીમેન તરીકે ફરજ બજાવતા એસઆરપીમેનને ચકમો દઇ ભાગી ગયાનું બહાર આવ્યું છે.

સુરક્ષા ગૃહમાં રહેલા રાજપાલ ઉર્ફે રાજા જાડેજા પાસે ગાંજો અને મોબાઇલ કયાંથી આવ્યા તે અંગે સુરક્ષા ગૃહના અધિકારી ઉપાધ્યાયનો સંપર્ક કરવા પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેઓએ આ અંગે કંઇ કહેવાનો ઇન્કાર કર્યો હતો તેમજ સમાજ કલ્યાણ વિભાગના અધિકારી કનકસિંહ ઝાલા પણ પોતે કંઇ ન જાણતા હોવાનું અને ઉપાધ્યાયનો સંપર્ક કરવા અંગે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું. રાજપાલ ઉર્ફે રાજા જાડેજા પોતાના બે મિત્રોની હત્યા થઇ હોવાથી પોતાને ફરી એક પોલીસમેનની હત્યા કરવી છે તેવી સુરક્ષા ગૃહમાં બડાસ કરી અન્ય બાળ અપરાધિઓને દબાવતો હોવાનું બહાર આવ્યું છે. તેની પાસે મોબાઇલ અને ગાંજો કયાંથી આવ્યા તે અંગે ઉંડી તપાસ થાય તો કેટલીય ચોકાવનારી વિગતો બહાર આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.