Abtak Media Google News

બાળકોમાં ઋતુ ચક્ર બદલાતા શરદી ઉધરસ ગળાનો દુખાવો તાવ જેવી તકલીફો જોવા મળે છે.ઇમ્યુનિટીનો પ્રશ્ન ખૂબ વધુ રહેતો હોય છે. બાળકો લીલા શાકભાજી ખોરાકમાં ખૂબ ઓછા પ્રમાણે લેતા હોય છે.જેના કારણે ઇમ્યુનિટીનો પ્રશ્ન હંમેશા બાળકોમાં રહે છે.સામાન્ય રીતે બાળરોગની સમસ્યાઓ જેવી કે કાનમાં ચેપ: યુસ્ટાચિયન ટ્યુબની શરીરરચના કારણે શિશુઓ અને નાના બાળકોમાં વારંવાર કાનના ચેપ સામાન્ય છે.

એ કવ છું સાંભળો છો!!!

કાન-નાક,ગાળાના ચેપ અને સામાન્ય તકલીફ ગંભીર બીમારીમાં પરિવર્તિત થઈ શકે: બાળરોગ નિષ્ણાત તબીબ દ્વારા નિયમિત તપાસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે

વાલીઓએ બાળકોની સારી સ્વચ્છતા પ્રથાઓનું ધ્યાન રાખવું,  સંતુલિત આહારની ખાતરી કરવી,પર્યાવરણીય પરિબળો પર ધ્યાન આપવું:નિષ્ણાત તબીબો

મધ્ય કાન ગળાના પાછળના ભાગ સાથે યુસ્ટાચિયન ટ્યુબ નામના માર્ગ દ્વારા જોડાયેલ છે. તેઓ પ્રવાહીને દૂર કરવામાં અને કાનની અંદર હવાના દબાણને સમાન કરવામાં મદદ કરે છે. ક્યારેક શરદી, એલર્જી અથવા ચેપને કારણે યુસ્ટાચિયન ટ્યુબ બ્લોક થઈ શકે છે. બાળરોગ ચિકિત્સકો સાથે નિયમિત તપાસ આ સમસ્યાઓને વહેલી તકે ઓળખવામાં અને ઉકેલવામાં મદદ રૂપ બની શકે છે.તદુપરાંત ભીડભાડ વારી જગ્યા પર બાળકોને વારંવાર લય જવાથી એલર્જી અને સાઇનસ જેવા ચેપ સંબંધિત પડકારોનો સામનો કરવો પડે છે.

આ સમસ્યાઓ બાળકના શ્વાસ, ઊંઘ અને એકંદર આરામમાં અવરોધ લાવી શકે છે.

ગળામાં સોજાને કારણે થતી સમસ્યાઓ જેમાં મુખ્યત્વે ફેરીન્જાઇટિસ અને કાકડાનો સોજો આ બે પ્રચલિત ચેપ છે.જે બાળકોમાં ગળાના દુખાવા માટે જવાબદાર છે, જે ઘણીવાર નોંધપાત્ર પીડા અને બળતરાનું કારણ બને છે. જો ચેપ એક અઠવાડિયા કરતાં વધુ સમય સુધી ચાલે છે અને બાળકને શ્વાસ લેવામાં, ગળવામાં અને અસામાન્ય લાળ નીકળવાની તકલીફ અનુભવાય છે, તો તરત જ બાળરોગ ચિકિત્સકની સલાહ લઇ સારવાર શરૂ કરવી જરૂરી છે.

બાળકોની ઇએનટીની સમસ્યાઓ અટકાવવામાં આવશ્યક સંભાળમાં આટલું ધ્યાન રાખવું જેમ કે બાળકોના સારા સ્વાસ્થ્ય માટે વાલીયોએ સારી સ્વચ્છતા પ્રથાઓનું ધ્યાન રાખવું અને જાળવવું જોઈએ, સંતુલિત આહારની ખાતરી કરવી જોઈએ અને એલર્જીનું કારણ બને તેવા પર્યાવરણીય પરિબળો પર ધ્યાન આપવું જોઈએ.

કાનના ચેપ જેવી સામાન્ય સમસ્યાઓથી લઈને નાકની ભીડ અને ગળાના ચેપના પડકારો સુધી સમયસર નિદાન માટે બાળરોગ નિષ્ણાત તબીબ દ્વારા નિયમિત તપાસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

કોલ્ડ વેવ,જંક ફૂડ સહિતના પરિબળો સામે બાળકોને પ્રિકોશન જરૂરી:ડો.ભરત કાકડીયાVlcsnap 2024 01 18 12H20M08S444

કાન-નાક ગળાના સર્જન ડો.ભરત કાકડીયાએ જણાવ્યું કે, બાળકને જ્યારે શરદી થાય અસાધારણ તાવમાં વધારો થાય ત્યારે નિષ્ણાંત તબિબની મુલાકત લય સારવાર શરૂ કરાવી જોઈએ.બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે.કોલ્ડ વેવ,ભીડભાડ વાળા વાતાવરણમાં સહિતનાના સંજોગોમાં બાળકોને દૂર રાખવો જરૂરી છે.બાળકોના સ્વાસ્થ્યને લય વાલીઓ જાગૃત છે.પણ હજુ સજાગ રહેવું અત્યંત જરૂરી છે. બાળકોને શિયાળાના વાસણા ખોરાકમાં આપવા અત્યંત મહત્વપૂર્ણ છે.

બાળકના કાન-નાક ગળાની તકલીફમાં નિષ્ણાંત તબીબ અભિપ્રાય હિતાવહ:ડો.વિમલ હેમાણીVlcsnap 2024 01 18 12H20M16S402

ઇએનટી સર્જન ડો.વિમલ હેમાનીએ જણાવ્યું કે, બાળકમાં સામાન્ય રીતે કાનના ગળા ની તકલીફોમાં સામાન્ય તબીબી બતાવ્યા બાદ પરિણામમાં સુધાર ન પડે ત્યારે યોગ્ય સારવાર અર્થે નિષ્ણાંત તબીબ ચોક્કસ સમયે મર્યાદાનો કોર્સ લખી આપે છે જે બાળકની સારવાર માટે ખૂબ અનિવાર્ય હોય છે.જરૂરિયાત મુજબની એન્ટિબાયોટિક પણ લખી આપે છે. બાળકોના કાનના ગળામાં થતી સામાન્ય તકલીફોને અવગણી નહીં ઘણી વખત આવી સામાન્ય તકલીફો પણ ગંભીર અભીમારીમાં પરિવર્તિત થતી હોય છે ત્યારે યોગ્ય સમયે સારવાર કરાવી હિતાવહ છે.

શરદી માંથી કાનની ગંભીર તકલીફો થઈ શકે:ડો.ઉમંગ શુક્લાVlcsnap 2024 01 18 12H20M29S735

ઇએનટી સર્જન ડો.ઉમંગ શુક્લાએ જણાવ્યું કે, બાળકોને સામાન્ય શરદી માંથી ઘણી વખત રસી થઈ જતા કાનના પડદા સુધી પહોંચી હોય છે જે ગંભીર બીમારીમાં પરિવર્તિત થઈ શકે છે.બાળકોમાં ગંભીર બીમારીમાં કાનનો સડો થતો હોય છે.

બાળકોમાં એલર્જીની તકલીફો વધારે રહેતી હોય છે.ધૂળ ધુમાડો બેડશીટની ચદર આ વસ્તુના રજકણોથી બાળકને સુરક્ષિત રાખવા જરૂરી છે.સમયાંતરે પ્રિકોશન રાખવાથી બાળકોમાં એલર્જીની તકલીફ ઘટતી જતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.