Abtak Media Google News

ભારતના રરર૬ વાઘ અને ૩પ૦૦ ગેંડા ઉપર ચાઇનીઝ ખતરો

ચીનમાં વાઘ અને ગેંડા જેવા જંગલી પ્રાણીઓના અંગોના વેચાણ ઉપર રપ વર્ષ જુનો પ્રતિબંધ હટાવી લેતા ભારતીય વન્યજીવન ઉપર તેની અરસ થવાની ભીતી છે. ત્યારે ભારતીય જંગલ ખાતાના નિષ્ણાંતોએ સરકારને વાઘ અને ગેંડાના શિકાર અંગેના નિયમો કડક બનાવવાની અપીલ કરી છે. ચીનમાં પ્રતિબંધ હટવાને કારણે ભારતનાં જંગલી પ્રાણીઓની રક્ષા ખુબ જ જરુરી બની ચુકી છે. ૧૯૯૩ માં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા ચીને કેટલાક પ્રાણીઓને કાયદાથી સુરક્ષિત કર્યા હતા ત્યારે હવે મેડીકલ અને દવાઓના ઉપયોગ માટે ચીને વાઘ અને ગેંડાના હાકડાની પરવાનગી આપી છે.જંગલી જાનવરોની પ્રજાતિઓના નિષ્ણાંત અને ડાયરેકટર દિપાંકર ઘોષે જણાવ્યું હતું કે આ નિર્ણયથી વૈશ્ર્વિક સ્તરે એ પ્રજાતિઓને અસર થશે. તાજેતરમાં થયેલા અભ્યાસ મુજબ ભારત અને નેપાળમાં કુલ ૨૨૨૬ વાઘ અને ૩૫૦૦ ગેંડાઓ છે. ત્યારે ગેરકાયદેસર રીતે જંગલી પ્રાણીઓનો શિકાર કરનારાથી આ પ્રજાતિઓને બચાવવાની સતત મથામણ કરવામાં આવે છે.

Advertisement

કારણ કે વિશ્ર્વના કુલ જંગલી ગેંડા અને વાઘમાંથી ૬૦ ટકા વાઘ અને ૮પ ટકા ગેંડા ફકત ભારત પાસે હોવાથી દેશમાં શિકારીઓનો ખતરો વધી જાય છે.

ગ્લોબલ ટાઇગર રિકવરી પ્રોગ્રામ  અંતર્ગત ભારત તેમજ વાઘ ધરાવનાર અનય દેશો વાઘોની સંખ્યા બમણી કરવા માટે ના પ્રોગ્રામો બનાવે છે. ૨૦૨૨ સુધીમાં વાઘની સંખ્યા બમણી કરવાનો સરકારનો મહત્વાકાંક્ષી લક્ષ્ય છે.ઘોષે વધુમાં કહ્યું હતું કે ચીનમાં વાઘ અને ગેંડાના અંગોના વેચાણ પરના પ્રતિબંધથી ભારતના વન્યજીવન ઉપર શાંતિ હતી ત્યારે હવે દબાણ વધવાની શકયતા છે. માટે રાજય સહીત પર્યાવરણ મંત્રાલયે પણ વાઘની સુરક્ષા કરવા અંગેના નિર્ણયો લેવા જોઇએ.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.