Abtak Media Google News

તલગાજરડાની પાવન ભૂમિ પર માનસ ત્રિભુવન અંતર્ગત પૂ. મોરારીબાપુનાં શ્રી મુખેથી વહેતી રામકથાનું સમાપન: ૯ દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકોએ કથા શ્રવણ કરીને ધન્યતા અનુભવી

તલગાજરડાની પાવન પૂણ્યભૂમિ પર માનસ ત્રિભુવન અંતર્ગત પૂ.બાપુના શ્રી મુખેથી વહેતી સકલ લોક જગપાલની રામકથાની ભાવભેર પૂર્ણાહુતિ થઈ છે. નવ નવ દિવસથી પૂણ્યસલીલા ગંગા સમાન કથા પ્રવાહે ત્રિભુવન તીર્થ ખાતે વિરામ લીધો છે.

કથા દરમ્યાન બાપુની પાવની પ્રાકટયભૂમિએ જાણે કે નવા શણગાર સજયા છે. સમગ્ર ગામ ગોકુળીયા ગામની જેમ સજાવાયું છે. ગામના પ્રત્યેક ઘરની દિવાલો શાંતિના પ્રતિક સમા શ્વેત રંગથી રંગાઈ છે. અને ગામમાં ૮૧૮ ચોપાઈઓનું સુંદર આલેખન થયું છે.

ગામમાં પરમ બ્રહ્મપુરૂષના આશ્રમ જેવી સ્વચ્છતા જોવા મળે છે. આખુયે ગામ કથા રૂપી ભાગીરથી અવતરણનો હર્ષોલ્લાસ મનાવી રહ્યું છે. ત્યારે આજે પૂ. બાપુ રામકથાનો ત્રિભુવનિય અર્થ વિશ્વ સમક્ષ મૂકી કથાને વિરામ આપવા જઈ રહ્યા છે.

‘બાપ’ શબ્દના પ્રણયઘોષ સાથે પૂ. બાપુએ આજની કથાના પ્રારંભે યજમાન પરિવારને સાધુવાદ આપી, સૌ પુ. ચરણોને વંદના કરી વ્યાસપીઠના સઘના ફલાવર્સને જય સિયારામ પાઠવ્યા.

બાપુએ કહ્યું કે આ ભૂમિમાં આ શરીરનો જન્મ થયો છે. એટલે હું ધન્યવાદનો ભાવ વ્યકત કરૂ છું પ્રકાશસન, પત્રકાર જગત, ટીવી મીડીયા, સ્વયંસેવકો અને અન્ય સહુ સહયોગીઓને સાધુવાદ આપ્યા.

બાપુએ કહ્યું કે મહુવાની અશાંતિ છતા મને ભરોસો હતો કે જેવો હું ‘આઈએ હનુમંત બિરાજીએ’ કહીશ એટલે બધુ શાંત થઈ શકે ભાવાર્થ સ્વરે બાપુએ કહ્યું કે ‘હનુમાનજીએ લાજ રાખી લીધી’.

આજે બાપુને કથા પ્રારંભે સંક્ષેપમાં રામચર્તિ માનસના પ્રસંગોનુય વિહંગાવલોકન રજૂ કર્યું જનકપૂર રામમય બને છે. પૂણ્યવાટીકામાં જાનકી અને રામનુંમિલન થાય છે. અને વિવેકના સનવાલામાં મર્યાદાના પ્રકાશમાં બગીચામાં પ્રવેશ કર્યો છે. અને અકેબીજાના ઉરમાં પ્રવેશ કરે છે. મા જાનકી હૃદયના પ્રેમ અને આદરથી મા ભવાનીની સ્તુતિ કરે છે. મા ભવાની વરદાન આપે છે.

આપણી પરંપરામાં પહેલો સ્વયંવર નળ-દમયંતિનો થયો છે. બીજો સ્વયંવર વિશ્વમોહિનીનો થયો છે. ત્રીજો સ્વયંવર રઘુવંશમાં ઈન્દુમતિનો સ્વયંવર છે. અને ચોથો સીતા સ્વયંવર આવે છે. દ્વાપરમાં દ્રૌપદી સ્વયંવર થયો છે. અને કળીયુગમાં બધા સ્વયંવરો જ છે!Img 20181104 Wa0041પંચવટી છોડયા પછી રામજી સૌથી પહેલા જટાયુને મળે છે. પછી શબરીને મળે છે.ત્રીજા દેવર્ષી નાયદને મળે છે. ચોથા હનુમાનજી અને પાંચમા સુગ્રીવને મળે છે. આ પાંચે પાત્ર રામાયણમાં મહત્વના છે.

પરમાત્માના પાંચ વિગ્રહો છે. આ પાંચે રૂપનો પરિચય ભગવાન રામ પંચવટી છોડયા પછી કરાવે છે. ત્રિભુવનગૂરૂના પણ આ પાંચ વિગ્રહો છે. પહેલુ પર રૂપ પરાત્પર રૂપ છે. ત્રિભુવનને આપણને એમ લાગે કેઆપણે પામી ગયા પણ આપણે કાંઈ પામ્યા હોતા નથી.

બીજુ વ્યૂહ રૂપ વ્યૂહરૂપે ચાર રૂપે લીલા કરવા આવે છે. શિવલીંગ એક વ્યૂહ‚પ લગ્ન એનું બીજુ વ્યૂરૂપ, રામકથા કરે ને ત્રીજુ વ્યૂહરૂપ અને કાકભુષંડીની કથામાં હંસબનીને છેલ્લે બેસે એ ચોથૂં વ્યૂહરૂપ આ ચાર ત્રિભુવનતીથ રૂપ છે. ત્રીજુ વિભવ રૂપ, વિભવ રૂપ એટલે ભગવાનનું ઐશ્ચર્યચોથુ, અંતર્યામી રૂપ, જે આપણામાં હોય પણ દેખાય નહી. પાંચમુ ચર્ચારૂપ પણે પરમાત્માની મૂર્તિ બનાવી અર્ચના કરીએ છીએ.

કથાને વિરામ આપતા બાપુએ કહ્યુંં આપણા આ ત્રિભવનતીર્થ પર દસમી વાર રામકથાનું આયોજન થયું એને વિરામ આપતા ખૂબજ પ્રસન્નતા અનુભવું છું ભગવાનની કૃપા અને ત્રિભુવન કૃપાથી કથા નિર્વિદને વિરામ પામી રહી છે. ખૂબજ રાજીપા સાથે સૌને જયસિયારામ કરીને બાપુનએ સહુને ભાવથી વિદાય આપી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.