Abtak Media Google News

આજે જયોતપૂજન-મહાઆરતી કાલે દિપમાળા, દિવાળીએ ચોપડાપૂજન, નવા વર્ષે વિશ્ર્વ કલ્યાણ અર્થે યાચના

પ્રથમ જયોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના સાનિઘ્યે ભકતજનમો મોટીસંખ્યામાં વર્ષની શ‚આતે ઉર્જા પ્રાપ્ત કરવા મહાદેવના આશિર્વાદ પ્રાપ્ત કરવા પહોંચતા હોય છે. શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભકતોના ઘસારાને પહોંચી વળવા માટે સુરક્ષા તેમજ શાંતીપૂર્ણ દર્શન થાય તેવા હેતુસર પોલીસ પ્રશાસન વહિવટી તંત્ર સાથે સંકલન કરી વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે. અતિથિગૃહમાં રોકાતા યાત્રીકો માટે પણ દીપાવલીના તહેવારોમાં જોડાઈ શકે તે માટે દીપોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવેલ છે.

આવનારા યાત્રીકોને ઉત્સવો યાદગાર અને ઉર્જા પ્રદાન કરનાર બની રહે તે માટે દર વર્ષે એક વિશેષ દીપાવલી મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે તા.૫ નવેમ્બરથી શરૂ થયેલ દિપાવલી મહોત્સવમાં શ્રી સોમનાથ મંદિર ખાતે ધનતેરસથી નુતનવર્ષ સુધી દરરોજ વિશેષ શૃંગાર, સાંજના દીપમાલીકા ગર્ભગૃહ તથા નૃત્યમંડપમાં સાથે રંગોળી કરવામાં આવશે. તા.૫ના ધનતેરસના દિવસે માસિક શિવરાત્રી નિમિતે રાત્રે ૧૦ કલાકે જયોતપૂજન, રાત્રે ૧૧ કલાકે મહાપુજન અને રાત્રે ૧૨ કલાકે મહાઆરતી યોજાશે તેમજ ધનતેરસ પર્વે મંદિર દર્શનાર્થીઓ માટે રાત્રે ૧ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.

તા.૬ના કાળી ચૌદશ નિમિતે દીપમાળાનું આયોજન કરવામાં આવશે. તા.૭ના દીપાવલીના દિવસે વિશેષ દીપમાળાનું આયોજન કરવામાં આવશે. લક્ષ્મીપૂજન તથા ચોપડા પૂજન સાંજે ૭:૩૦ થી ૮:૩૦ દરમ્યાન કરવામાં આવશે. જેમાં વેપારીઓ તેમજ ભકતો પણ પોતાના ચોપડાનું પુજન કરાવી પુજામાં જોડાઈ શકશે.

તા.૮ના નુતન વર્ષના પ્રારંભે પ્રાત:આરતીમાં વિશ્વલ્યાણ તેમજ વિશ્વટે શ્રી સોમનાથ મહાદેવને યાચના કરવામાં આવશે. સાંજે ૪ થી ૬ શ્રી સોમનાથ મંદિર, શ્રી રામ મંદિર, શ્રી ગીતામંદિર, શ્રી લક્ષ્મીનારાયણમંદિર, શ્રી ભાલકા મંદિર ખાતે અન્નકુટ દર્શનનું વિશેષ આયોજન કરવામાં આશવે.શ્રી સોમનાથ ટ્રસ્ટના અતિથિગૃહો ખાતે આવતા યાત્રીઓ દીપોત્સવનો લાભ લઈ શકે તે માટે ફટાકડા, રોશની સહિતની ઉર્જાનો ઉત્સવ દીપાવલી ઉજવાય તે પ્રકારનું વિશેષ આયોજન કરવામાં આવેલ છે.

સોમનાથ મંદિરે માસિક શિવરાત્રી નિમિતે વિવિધ કાર્યક્રમો

ધનતેરસના પર્વ નિમિતે મંદિર રાત્રીના ૧૧ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે

આજરોજ સોમવારે માસિક શિવરાત્રી નિમિતે સોમનાથ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે રાત્રીના ૧૨ વાગ્યા સુધી ચાલુ રહેશે. ઉપરાંત સોમનાથ મંદિરના દર્શનાર્થીઓ માટે ધનતેરસના પર્વ નિમિતે મંદિર રાત્રીના ૧ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. આજે સાંજે ૭:૩૦ થી સંકિર્તન ભવન સોમનાથ મંદિર ખાતે જયોતપૂજન, મહાપૂજન અને ૧૨ વાગ્યે મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે.

શિવરાત્રી પર્વમાં જોડાઈ શિવકૃપા પ્રાપ્ત કરવા સૌ ભકતજનોએ સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી નિમંત્રણ પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.