Abtak Media Google News

એચજીવી ટેકનોલોજીથી વધી ચીની મિલેટ્રીની તાકાત

આંતરરાષ્ટ્રીય વિવાદોના પગલે ચીને હાઈપરસોનિક બ્લાસ્ટીક મિસાઈલ તૈયાર કરી છે. જે યુએસ, જાપાન અને ભારતને જ‚ર પડયે પડકારશે. જોકે ડિપોમેટ મેગેઝીનનાં આધારે ગત વર્ષે તેમણે ડીએફ-૧૭ની હાઈપરસોનિક વાહનનું પરિક્ષણ કર્યું હતું. જેનું પહેલું પરિક્ષણ નવેમ્બર ૧ તો બિજા પરીક્ષણ ૨ સપ્તાહ પહેલા કરવામાં આવ્યું હતું. જેના બન્ને તબકકાના ટેસ્ટ સફળ થયા છે. જેને ૨૦૨૦માં ઓપરેટ કરવામાં આવશે. ચીની ફોરેન મંત્રી ગેગ શુઆંગે જણાવ્યું હતું કે, સંરક્ષણ મંત્રી તેમને આ અંગે વધુ માહિતી આપશે. ડીએફ-૧૭ના સફળ પરિક્ષણથી ચીનને એક આગવી તાકાત મળી છે.

એચજીવી માનવરહિત રોકેટ છે. જે ખુબ જ ઝડપી ગતિથી પૃથ્વીની ઉડાન ભરી શકે છે. એચજીવી ઓછી ટ્રેજેકટરીઝ સાથે વધુ સ્પીડમાં ચાલે છે. ડીએફ-૧૭ મિસાઈલનું મોંગોલિયાના જીયુકવાનમાં પરિક્ષણ કરાયું હતું. જે ટ્રાયલ દરમ્યાન ૧૪૦૦ કિ.મી ઉડયું હતું. જેને ચીની મીડિયાએ દેશની પ્રથમ એચજીવી ટેકનોલોજી ધરાવતી મિસાઈલ હોવાનું જણાવ્યું હતું. બેઈઝીંગના મિલિટ્રીના ઝાહું ચેનમિંગે જણાવ્યું હતું કે, એચજીવી ટેકનોલોજી ચીન, રશિયા અને અમેરિકાની વચ્ચે ન્યુકિલયર એર્નજીનો મોટો હિસ્સો બની ચુકી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બ્લાસ્ટીક ‘મિસાઈલો કરતા એચજીવી વધુ અઘરી છે પરંતુ શકિતશાળી પણ છે.

ત્યારે જાપાન અને અમેરિકાને ચીનના વિકાસને લઈ પેટમાં તેલ રેડાયું છે. કારણકે ચીન તેના લક્ષ્યાંકો સુધી પહોંચવાની તૈયારી બતાવી રહ્યું છે. જાપાન સહિત ભારત પણ તેની આંટીમાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે. તેઓ એચજીવીને મલ્ટીપલ કરી તેની રેન્જ ૧૨૦૦૦ કિ.મી. કરી શકે છે. ચીનની એચજીવી, થાડ રડારને પણ તોડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.