Abtak Media Google News

સુરેન્દ્રનગર ન્યુઝ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં દીપડાના બચ્ચાને પજવણી કરી મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારી ફોટા, વિડીયો વાયરલ કરનારા મોટી મોલડીના પાંચ શખશો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ચોટીલા વન વિભાગની ટીમે આ તમામ આરોપીઓને રૂ.30,000ની કિંમતના છ મોબાઈલ સાથે ઝબ્બે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ચોટીલા ક્ષેત્રિય રેન્જના કાર્યક્ષેત્ર હેઠળના શેખલીયા રાઉન્ડ, શેખલીયા બીટના નાની મોલડી ગામના રેવન્યુ વિસ્તારમાંથી દીપડાના મૃત બચ્ચાનો મોબાઈલમાં ફોટો પાડી સોશિઅલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા જેના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન.પી.રોજાસરાને ફોટો મળતા જૂનાગઢ વન વર્તુળના મુખ્ય વન સરંક્ષક કે.રમેશના માર્ગદર્શન અને એમની આગેવાનીમા નાયબ વન સરંક્ષક નિકુંજ પરમાર, મદદનીશ વન સરંક્ષક એમ.આર.મેરની રાહબરી હેઠળ આ કેસના આરોપીઓ મોટી મોલડી ગામના દિલીપભાઈ સંઘાણી, રવજીભાઈ વાઢેર, દિનેશભાઇ વાઢેર, વલ્લભભાઇ મકવાણા અને વનરાજભાઈ વાઢેરને ઝબ્બે કરી તપાસ કરતા તેમના મોબાઈલ ફોનમાં દીપડાના બચ્ચાને પજવણી કરતા અન્ય વિડીયો મળી આવ્યા હતા.

આથી વન વિભાગની ટીમ દ્વારા આ પાંચેય આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના રૂ.30,000ની કિંમતના છ મોબાઈલ જપ્ત કરી “વન્ય પ્રાણી સરંક્ષણ અધિનિયમ 1972ની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી નામદાર કોર્ટના ફર્સ્ટ ક્લાસ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ ચોટીલા સમક્ષ રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચોટીલા રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન.પી.રોજાસરા, વનપાલ આર.એન.વાધ્રોડીયા, બી.બી.ખાચર, એન.એસ.પરમાર, વનરક્ષક એમ.કે.ડાભી, વી.એમ.પાપોદરા, આર.આર.બારૈયા, બી.એચ.સોલંકી, જે.કે.દુધરેજીયા સહિતનો સ્ટાફ સાથે હાજર હતો.

– ચોટીલા પંથકમાં દીપડાની સંખ્યા ચિંતાજનક રીતે વધી

ચોટીલા પંથકમાં દિપડાએ અનેક ગામોની સીમમાં ધામા નાખ્યાં છે. તેમજ અમુક ગામડાઓમાં આવનારા દિપડા દેખાઈ રહ્યા છે. તેમજ પશુઓનાં મારણની પણ અનેક વખત ફરિયાદ ઊઠવા પામી હોવાથી ખેડૂતો પણ ખેતરે જતા ડરતા હોય છે.

– થોડા સમય અગાઉ ચોટીલામાં દિપડાની પજવણી કરતો ફોટો વાયરલ થયો હતો

ચોટીલામાં દિપડાની પજવણી કરતો ફોટો વાયરલ થયો હતો. અને વાયરલ કરનારા વ્યક્તિઓને ફોરેસ્ટ વિભાગ દ્વારા ઝબ્બે કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તે બનવા હજુ તાજો છે, ત્યાંજ મોટી મોલડી ગામે મરેલા દીપડાનાં બચા સાથે આરોપીએ ફોટાઓ પાડીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યા હોવાની ચોટીલા ફોરેસ્ટ વિભાગને માહિતી મળતા જ એમને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

– થોડા વર્ષો પહેલા પણ એક દિપડો ચોટીલાની કોર્ટમાં ઘુસી ગયો હતો

થોડા વર્ષો પહેલા પણ એક દિપડો ચોટીલાની કોર્ટમાં ઘુસી ગયો હતો. ત્યારે વકીલો તેમજ લોકોમાં અફડાતફડી મચી જવા પામી હતી. ફોરેસ્ટ વિભાગ દ્વારા ભારે જહેમત ઉઠાવી દીપડાને પાંજરે પુરીને રેસ્કયુ કર્યો હતો.

– ચોટીલા પંથકમાં 10થી 12 દીપડાઓ હોવાનું અનુમાન : એન.પી.રોજાસરા ( એન.પી.રોજાસરા )

ચોટીલા પંથકમાં દીપડાના મૃત બચ્ચાનો વિડીયો વાયરલ કરનારા પાંચ શખશોને છ મોબાઈલ સાથે ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે, પણ હજી આ મૃત બચ્ચુ મળ્યું નથી. હજી ચોટીલા પંથકમાં 10થી 12 દીપડાઓ હોવાનું અનુમાન છે.

રણજીત ધાંધલ

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.