‘અબતક’ના અહેવાલની અસર: ચોટીલાની સરકારી શાળા સ્વચ્છ થઈ, ભૂલકાઓ થયા રાજીના રેડ

સરકાર દ્વારા તા.22 મીના રોજ ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા બાળકોની શાળાઓ શરૂ કરવામાં આવતા લોકોમાં તેમજ બાળકોમા આનંદની લાગણીઓ ઉઠવા પામી હતી અને હોંશે હોંશે અભ્યાસ  માટે બાળકો શાળાઓમાં પહોંચ્યા હતા. પણ સુરેન્દ્રનગરના ચોટીલામાં સરકારી શાળાના વિધાર્થીઓમાં ઠીક વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે. ચોટીલાની શાળા નંબર 1 માં સ્વચ્છતાનો અભાવ હોવા છતા બાળકો પોતાના અભ્યાસ માટે શાળાએ પહોંચ્યા હતા. આ અંગેનો અહેવાલ ‘અબતક’ દૈનિક દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા તંત્ર સફાળું જાગી ઊઠયું હોય તેમ સ્વચ્છતા માટેની કામગીરી હાથ ધરી છે.

લાંબા વેકેશનના અંત બાદ ભૂલકાઓ શાળાના પગથિયાં ચડતા જ થયા નિરાશ…. જુઓ ચોટીલાની શાળાનો આ વીડિયો

શાળા ખૂલ્યાના ત્રીજા દિવસે આખરે સફાઈ થઈ

ચોટીલાની શાળા નંબેર 1 માં સ્વચ્છતાના અભાવના કારણે બાળકોને કોરોના ભય વચ્ચે અભ્યાસ કરવા માટે મજબૂર બનવું પડ્યું હતુ. આ બાળકોની મજબૂરી મીડિયાને સામે આવતા ન છૂટકે સમાચારો પ્રસિદ્ધ કરવા પડ્યા હતા અને આસમાચાર તંત્રના ધ્યાને આવતા તરત જ શાળા સફાઈ કરવા માટે શિક્ષકોને સૂચનો કરવામાં આવતા આજથી આ શાળા સ્વચ્છતા સાથે રાબેતા મુજબ શરૂ થતા બાળકોમાં ખુશી જોવા મળી છે.

તા,22,11,2021ના રોજ શાળાઓ ખોલવા અંગે સરકારના નિર્ણયને ધ્યાને લઈને ચોટીલા શિક્ષણ વિભાગ દ્વારા દરેક સ્કૂલોના આચાર્યોને એસ.ઓ.પી.ની ગાઈડલાઈનના પાલન સાથે અને સ્વચ્છતા, શાળાએ આવતા બાળકો તેમક અન્યોને સેનેટાઈજ સહિત માસ્ક જેવી ગાઈડલાઈનના પાલન સાથે શાળાઓ ખોલવાની સૂચનાઓ આપવામાં આવેલ છતાં શાળા નંબર 2માં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. મીડિયામાં સમાચારો પ્રસિદ્ધ થતા તંત્રએ શાળામાં સફાઈ સહિત એસ.ઓ.પી.ની ગાઈડલાઈનના પાલનની કડક સૂચનાઓ આપતા કામગીરી હાથ ધરવામાં આવી હતી.