Abtak Media Google News

વાપીથી સોમનાથ દર્શનાર્થે જતી ખાનગી બસ ભડભડ સળગી: મૂસાફરો દાઝતા દોડધામ

ચોટીલાના  પાસે ખાનગી બસમાં અચાનક  શોર્ટ સર્કિટ અથવા કોઈ ઘટના બનતા ખાનગી બસ સળગી ઊઠી છે ત્યારે બસમાં સવાર તમામ પેસેન્જરોના જીવ ટાળવે ચોટી જવા પામ્યા છે ત્યારે   જિલ્લાના ચોટીલા પાસે ખાનગી બસ સળગવાનો બનાવ સામે આવતા આજુબાજુના લોકો દ્વારા પણ તાત્કાલિક પણે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.

જોકે બસમાં સવાર જીવ બચાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી પરંતુ દૂર ભાગ્યવસ્થ એક 70 થી વધુ વર્ષની ઉંમરના એક માજીનું ઘટના સ્થળે બળી જવાના કારણે મોત નીપજવા પામ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે ઘટનાને લઇ અને સમગ્ર જે પેસેન્જર છે તેમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે જોકે હજુ સુધી ખાનગી બસમાં કેમ આગ લાગી તેનું મુખ્ય કારણ સામે આવ્યું નથી આ અંગે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ ખાનગી બસમાં આગ લાગવાના કારણે અંદાજિત 40 થી વધુ પેસેન્જર બસમાં સવાર હોવાનું પણ સામે આવી રહ્યું છે.

ત્યારે આ અંગે ચોટીલા પોલીસ મથકના પીએસઆઇ જે.જે જાડેજા અને તેમની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે અને મામલે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જોકે ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ અને આ ઓળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ સમગ્ર બસ બળીને ત્યાં સુધીમાં ખાખ બની ગઈ હતી ત્યારે આ ઘટનાની જાણકારી જે સવાર પેસેન્જર હતા તેમના પરિવારજનોને પણ પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવી છે અને હાલની પરિસ્થિતિ મુજબ એક વૃદ્ધનું મોત નીપજ્યું છે અન્ય  મુસાફરોને નાની મોટી ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી બસના અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ખાસ કરીને ધાર્મિક સ્થળો ઉપર જતા દર્શનાર્થીઓને ચોટીલા હાઈવે ઉપર અકસ્માત નડી રહ્યો છે તાજેતર માટે ચોટીલા હાઇવે ઉપર જે તુફાન કારનો અકસ્માત થયો છે જેમાં બે લોકોના મોત નીપજવા પામ્યા છે તે હજી આ કિસ્સો લોકોના મનમાંથી છુપાયો નથી ત્યાં બીજો કિસ્સો સામે આવ્યો છે વાપી થી સોમનાથ દર્શન માટે જતી દર્શનાથીઓ ભરેલી બસમાં અચાનક ચોટીલા નજીક આપાગીગાના ઓટલા પાસે આગ ભભૂકી ઊઠી છે જેમાં ઘટના સ્થળે 70 વર્ષથી વધુની વયના વૃદ્ધનું મોત નીપજવા પામ્યું છે. જોકે આ મામલે આ વૃદ્ધ બસમાં જ બળીને ખાખ બની જવા પામ્યા છે ત્યારે તેમની ડેડબોડી પણ હજુ સુધી હાથમાં આવી નથી.

ખાસ કરી અને ન્યુ સૂર્યદીપ ટ્રાવેલ્સ વાપી થી સોમનાથ દર્શને જતી હતી તે દરમિયાન ચોટીલા આપાગીગાના ઓટલા નજીક આગ લાગવાની ઘટના બની છે ત્યારે આ ઘટનાને લઇ અને પેસેન્જરોના જીવતા ચોંટી ગયા છે ત્યારે આગ લાગવાના કારણે જીવ બચાવીને ભાગેલા પેસેન્જર બચી ગયા છે જેમાં એક વૃદ્ધનું મોત નીપજવા પામ્યું છે પરંતુ બસમાં સવાર તમામ દર્શનાર્થીઓની કીમતી ચીજ વસ્તુઓને સામાન બળી ગયો છે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે ત્યારે કીમતી સામાન બળીને ખાખ બની ગયો હોવાના પગલે દર્શનાર્થીઓના કિંમતી સામાન બનીને ખાખ બનતા હાલની પરિસ્થિતિમાં પેસેન્જરમાં પણ આ મામલે સોક વ્યાપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.