Abtak Media Google News

આસો નવરાત્રિને લઈને ચોટીલા ધામમાં ચામુંડા માતાજીની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 15 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. જે 23 તારીખ સુધી ચાલશે. ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 15 ઓક્ટોબર અને 22 ઓક્ટોબર – એટલે કે પહેલા નોરતા અને આઠમા નોરતા માટે માતાજીની આરતીનો સમય વહેલી સવારે 4 વાગ્યાનો રહેશે.એ સિવાયના સાત નોરતા એટલે કે, બીજા નોરતાથી સાતમા નોરતા અને નવમા નોરતા માટે આરતીનો સમય સવારે 5 વાગ્યાનો રહેશે. સાંજની આરતી રાબેતા મુજબ સૂર્યાસ્ત સમયે કરવામાં આવશે. આ ઉપરાંત ભોજન-પ્રસાદીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

પ્રથમ નોરતાથી સાતમા નોરતા અને નવમા નોરતા દરમિયાન પ્રસાદીનો સમય સવારે 11 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીનો રહેશે. જ્યારે આઠમા નોરતે ડુંગર ઉપર માતાજીનો હવન કરવામાં આવશે અને બપોરે અઢી વાગ્યે બીડું હોમવામાં આવશે, જે બાદ ભક્તો ભોજન પ્રસાદ લઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.