Abtak Media Google News

વેસ્ટ ઝોનમાં ડો. અમી ઉપાધ્યાય- ડો.વી.કે. શ્રીવાસ્તવની નિમણુંક

સેન્ટ્રલ ઝોનમાં છતીસગઢ સેન્ટ્રલ યુનિ.ના કુલપતિ ડો. આલોક ચક્રવાલની વરણી: રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી સહિત યુનિ. અને વિશ્ર્વ વિદ્યાલયોમાં વિદ્યાર્થીઓને ખાસ માર્ગદર્શન આપવાની કવાયત હાથ ધરાશે

ભારતના વિદ્યાર્થીઓ ભલેને તે બાલમંદિરમાં  હોય કે પછી કોલેજમાં વૈજ્ઞાનિક પધ્ધતિઓ  ભણી રહ્યા હોય પણ જો તેઓ  ઝડપથી   બદલાતા સમય અને  ઝડપથી   બદલાતી જરૂરીયાતોનેઅનુલક્ષીને  ભાગશે તો એ રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન  આપી શકશે. હવે  જયારે   દેશમાં રાષ્ટ્રીય શિક્ષા નીતિની અમલવારીની અનેક પ્રયાસો થઈ  રહ્યા છે.ત્યારે યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન (યુજીસી) દ્વારા નવી રાષ્ટ્રીય  શિક્ષા નીતિના  ઝડપથી  અમલ માટે દેશના પાંચ ઝોનમા નવી કમીટી બનાવવામા આવી છે.જેમાં  વેસ્ટ ઝોનમાં ડો. અમીબેન ઉપાધ્યાય અને ડો.વી.કે. શ્રીવાસ્તવની નિમણુંક કરાઈ છે.જયારે  સૌ.યુનિ.ના  પ્રોફેસર તેમજ હાલ છતીસગઢ સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ ડો. આલોક ચક્રવાલને  સેન્ટ્રલ ઝોનના સભ્ય બનાવવામાં આવ્યા છે.

Screenshot 3 31 E1672216070630

ઉલ્લેખનીય છે કે,  આ તમામ  પાંચ કમીટીના  સભ્યો યુનિવર્સિટીઓ અને વિશ્ર્વ વિદ્યાલયોમાં સંસ્થાકીય  પુનર્ગઠન અને એકત્રીકરણ, સર્વાંગી અને બહાવેધા શાખાકીય શિક્ષણ તરફ,  શ્રેષ્ઠમ અધ્યયન  વાતાવરણ અને  વિદ્યાર્થીઓ માટે સહાયતા, પ્રેરીત,  ઉત્સાહીત અને સક્ષમ અધ્યાપકો,  ઉચ્ચ શિક્ષણમાં સમાનતા અને  સમાવેશન, નવા રાષ્ટ્રીય સંશોધન પ્રતિષ્ઠાન દ્વારા દરેક   ક્ષેત્રમાં  ગુણવતાયુકત શૈક્ષણીક  સંશોધનને ઉપ્રેરણા,  ઉચ્ચ શિક્ષણની નિયમનકારી પ્રણાલીમાં આમૂલ પરિવર્તન અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે અસરકારક પ્રશાસન અને નેતૃત્વ  સહિતની બાબતોનું કમીટી દ્વારા માર્ગદર્શન  પહોચાડવામાં આવશે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા જે પાંચ કમીટીઓની નિમણુંક કરવામાં આવી છે.તેમાં સાઉથ ઝોનના લીડ કો.ઓર્ડીનેટર તરીકે પ્રો. ટી.વી.કાટીમાણી સાથે પ્રો. રવિન્દ્રર, ડો.એસ. વિદ્યાસુબ્રમનિયમ, પ્રો.એસ.એમ.જયકારા, પ્રો.ગુમીત સિંઘ, પ્રો.કે.એન.મધુસુદનની વરણી કરાઈ છે.

નોર્થ ઝોનના લીડ કો.ઓર્ડીનેટર તરીકે પ્રો. તનકેશ્ર્વરકુમાર સાથે ડો. મહેશ વર્મા, પ્રો.સૌવિક ભટ્ટાચાર્ય, પ્રો.એસ.પી. બંસલ, પ્રો.ઉમેશ રાય, પ્રો.અર્ચના મંત્રીની  નિમણુંક કરવામાં આવી છે.

વેસ્ટ ઝોનના લીડ કો.ઓર્ડીનેટર તરીકે ડો.  ગોપાલ મુંગરેયાની  સાથે પ્રો.ડો. અમીબેન ઉપાધ્યાય, ડો. રજની ગુપ્તે, ડા. સાલીની ભારત અને  એમ.એસ. યુનિવર્સિટીના કુલપતિ ડો.વી.કે. શ્રીવાસ્તવની વરણી કરવામાં આવી છે.

ઈસ્ટ ઝોનના લીડ કો.ઓર્ડીનેટર તરીકે પ્રો.જે.કે. પટનાયકની સાથેપ્રો. ગીરીશકુમાર ચૌધરી, ડો.દીપક શ્રીવાસ્તવ, ડા. ગંગાપ્રસાદ, પ્રો. પ્રતાપ જયોતિ, પ્રો. પ્રભાશંકર શુકલા અને પ્રો.ડો. અશોકકુમાર મહાપાત્રાની  નિમણુંક કરાઈ છે.

સેન્ટ્રલ ઝોનના લીડ કો.ઓર્ડીનેટર તરીકે પ્રો. અખીલેશ કુમાર પાંડેની સાથે પ્રો.  અખીલેશકુમાર સિંઘ,  ડો. રાજેશ સિંઘ, છતીસગઢ સેન્ટ્રલ યુનિ.ના કુલપતિ ડો. આલોક ચક્રવાલ તેમજ પ્રો. સંજય જાસોલાની નિયુકિત કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.