Abtak Media Google News

મહિલાઓ માટે ધુમ્રપાન – ધુમ્રપાન બહુ જ ખરાબ આદત છે અને તે છોડવી બહુ જ જરૂરી છે.

શીર્ષકમાં જે લખ્યું છે તેનાથી મારો મતલબ જરાય એવો નથી કે પુરૂષોને ધુમ્રપાન ન છોડવું જોઈએ અથવા પુરુષો માટે ધુમ્રપાન સારૂ છે પરંતુ હા, એટલું જરૂર છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ માટે આ વધારે જોખમી છે.

જી હા,એક સર્વે તો કઈક એવુજ કહે છે.એવું નથી એ આ સર્વે જ થયો છે,હું આપને કહી દઉ કે આ સર્વે 2011 માં થયો હતો,પરંતુ આજે પણ સ્ત્રીઓને આ બાબતની જાણકારી નથી.

Health Tipsઆ એક બહુ જ મોટું સત્ય છે જે સ્ત્રીઓ માટે ધુમ્રપાન નુકશાન પણ પહોચાડી રહ્યું છે.જો હુ તમને હકીકતથી વાકેફ કરાવું તો છેલ્લા થોડાક સમયમાં તંબાકુ ઉધ્યોગમાં સ્ત્રીઓ જેવા ગ્રાહકો વધ્યા છે અને ઉધ્યોગોને આશા છે કે આવનારા સમયમાં તેઓ મહિલા ગ્રાહકો પાસેથી વધુ ફાયદો મેળવી શકશે,પરંતુ ગ્રાહકોને તેનાથી નુકશાન થશે તેનું શું?

મહિલાઓ માટે ધુમ્રપાન –

આ જોખમને ધ્યાનમાં રાખીને આજે અમે આપને જણાવવા જય રહ્યા છીએ કે મહિલાઓને ધુમ્રપાનથી કેમ વધારે જોખમ છે ?કેમ પુરુષો કરતાં સ્ત્રીઓને ધુમ્રપાનથી વધારે જોખમ છે?

સૌથી પહેલા તો હું તમને કહી દઉં કે તેનાથી મહિલાઓમાં ફેફસાના કેન્સરનું જોખમ બે ગણું વધી જાય છે કેમ કે મહિલા જ્યારે સિગરેટ પીવે છે તો તેનાથી જે કારસિનોજેનિક શોષણ થાય છે,તેના થકી મહિલાઓનું શરીર અલગ રીતે પ્રતિક્રિયા કરે છે અને પુરુષોનું શરીર અલગ રીતે,જ્યાં પુરુષોનું શરીર આ કારસિનોજેનિકને યુરીન દ્વારા ઉત્સર્જિત કરી દે છે તો તે મહિલાઓના શરીરમાં જ રહે છે.

જો મહિલાઓ પુરુષો જેટલુ જ ધુમ્રપાન કરે છે તો હાર્ટની બીમારી થવાની સંભાવના વધી જાય છે,એક અભ્યાસમાં આ વાતનો ખુલાસો થયો છે.અને તે અભ્યાસમાં એ પણ સાબિત થયું છે કે જો મહિલાઓ સીગરેટ પીવાનું ચાલુ જ રાખે તો સમય વિતતાની સાથે જ જોખમ પણ વધી જાય છે.

Health Tips
health tips

એક અભ્યાસમાં આ વાત પણ સામે આવી છે કે જો મહિલાઓના શરીરમાં એટલુ જ તંબાકુ જાય જેટલું પુરુષના શરીરમાં જાય છે તો તેમની ધમનીઓ ખરાબ થવાની સંભાવના પુરુષોના પ્રમાણ કરતાં 5 ગણી વધી જાય છે.

ફક્ત આટલું જ નહીં , ધૂમ્રપાનથી મહિલાઓની પ્રજનન પણ ઓછી થાય છે અને કલ્પના કરવામાં તકલીફ થાય છે અને જો મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન પણ ધૂમ્રપાન કરે છે તો તેનાથી બાળકનું ગર્ભમાં જ મરવું અથવા તો અવિકસિત બાળકનો જન્મ થવાની શક્યતા વધી જાય છે.તેના સિવાય સ્તન દૂધમાં પણ કમી થાય છે.  એવું નથી કે પુરુષોના પ્રજજન પર સિગરેટનો અંતર નથી પડતો પરંતુ મહિલાઓના પ્રમાણમા ઓછી અસર થાય છે કેમ કે મહિલાઓને બાળકને પોતાના ગર્ભમાં ધારણ કરવાનું હોય છે.  મહિલાઓ માટે ધૂમ્રપાન આટલું જોખમી છે – તો વ્હાલી મહિલાઓ,જો તમે એક ખુશ અને હેલ્દી જીવન જીવવા માંગતા હોય તો મોડુ કર્યા વગર ધૂમ્રપાનને કહો અલવિદા નહિતર આ તમારા સ્વાસ્થ્યને તો ખરાબ કરશે જ સાથે-સાથે તમારા આવનારા નાના-નાના મહેમાન માટે પણ નુકશાનકારક સાબિત થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.