Abtak Media Google News

ગીર-સોમથના જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

ગીર-સોમથના જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની ઇણાજ સેવા સદન ખાતે આજે યોજાયેલ બેઠકમાં સીટી સર્વે કચેરીમાં અરજદારોની ૯૦૦ ઉપરાંત પેન્ડીંગ અરજીઓનો એક માસમાં નિકાલ કરવા તાકીદ કરવામાં આવી હતી.

Advertisement

અધિક કલેકટર શીતલબેન પટેલનાં અધ્યક્ષસને યોજાયેલ બેઠકમાં ભુસ્તરશાી કચેરી, બંદર અધિકારીની કચેરી સહિતની કચેરીઓમાં બાકી અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરવા ઉપરાંત સરકારી બાકી લેણાં નિયમિત પણે વસુલવાપણ સુચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત કર્મચારીઓનાં બાકી સી.આર.રીપોર્ટ ભરવા તા બાકી પેન્શન કેસ નિકાલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલાળાનાં ધારાસભ્ય ભગાભાઇ બારડે જિલ્લા સેવાસદનમાં વિજ પુરવઠા માટે સોલાર સિસ્ટમ ગોઠવવાં સો વૃક્ષારોપણ તાથ લેન્ડસ્કેપીંગ કરવા સુચન કર્યું હતું. બેઠકમાં ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક શ્રીએસ.કે.મોદી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહીલ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આચાર્ય સહિત જિલ્લાનાં અમલીકરણ અધિકારીઓ ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.