Abtak Media Google News

રાજકોટ શહેર કોંગ્રેસ સમીતી દ્વારા રાજકોટમાં વોર્ડ વાઇઝ કોંગ્રેસ પરીવારનું સ્નેહમિલન રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં કોંગ્રેસ સમીતીના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતની અઘ્યક્ષ સ્થાને સ્નેહમીલન યોજાયું છે. અને આ સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી જશવંતસિહ ભટ્ટી, દિનેશભાઇ મકવાણા, પ્રદેશ આગેવાન અને પૂર્વ વાઇસ ચેરમેન નગરપ્રાથમીક શિક્ષણ સમીતી પ્રદીપભાઇ ત્રિવેદી, લોક સરકાર ઇન્ચાર્જ ભાર્ગવભાઇ પઢીયાર, ઓબીસી ચેરમેન રાજુભાઇ આમરણીયા, તેમજ વોર્ડ નં.૧૪, ૪ અને ૧૭ ના વોર્ડ વાઇઝ સ્નેહમીલનમાં વોર્ડ ના હોદેદારઓ અને કાર્યકર્તાઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

આ સ્નેહમીલન કાર્યક્રમમાં વોર્ડ ૧૪ માં વોર્ડ પ્રમુખ માણસુરભાઇ વાળા, કોંગ્રેસ અગ્રણી રાજુભાઇ ખાંટ, હર્ષદભાઇ પટેલ ઉ૫સ્થિત રહ્યા હતા. વોર્ડ નં.૪ માં વોર્ડ પ્રમુખ કલ્પેશભાઇ પીપળીયા, કોર્પોરેટર રેખાબેન ગજેરા, સીમ્મીબેન જાદવ તેમજ વોર્ડ નં.૧૭ ના વોર્ડ પ્રમુખ નિમેશભાઇ ભંડેરી, કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, જયાબેન ટાંક કોંગ્રેસ અગ્રણીઓ શૈલેષભાઇ રુપાપરા, શૈલેશભાઇ ટાંક વિગેરે આગેવાનો બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.