Abtak Media Google News

સર વિલીયન રિચડર્સ સ્ટેડિયમમાં શુક્રવારે યોજાયેલી આઈસીસી મહિલા વર્લ્ડ ટી-૨૦ના બીજા સેમીફાઈનલમાં ભારતીય ટીમે ઈગ્લેન્ડ સામે ૮ વિકેટથી પરાજયનો સામનો કરવો પડયો હતો. ભારતે ટોસ જીતીને ૧૯.૩ ઓવરમાં તમામ વિકેટ ગુમાવતા ૧૧૨ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડને ફકત ૨ વિકેટ ખોતા ૧૭.૧ ઓવરમાં ૧૧૬ રન બનાવીને જીત હાંસલ કરતા ફાઈનલમાં એન્ટ્રી મેળવી હતી.

ઈંગ્લેન્ડ તરફથી નતેલી સ્કીવરે ૫૪ અને એમીજોન્સે ૫૩ રન બનાવ્યા હતા. તો ભારત તરફથી રાધા યાદવ અને અંજુ પટેલે ૧-૧ વિકેટ ઝડપી હતી. રવિવારે ફાઈનલમાં ઈંગ્લેન્ડનો સામનો ઓસ્ટ્રેલીયા સાથે થશે. જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝને હરાવી સતત પાંચમી વખત ઈંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે.

ટી-૨૦ મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આ વર્ષે ભારતીય ખેલાડીઓમાં બોલરોનું પ્રદર્શન ખૂબજ નિરાશાજનક રહ્યું હતું. તમામ બોલરોએ એકને એક ભૂલ રીપીટ કરતા અંતે ટીમે હાર સ્વીકારવી પડી હતી. જેમાં ભારતીય ટીમે કુલ મેળવેલા ૧૧૨ રન પણ શોર્ટ બોલથી હાસીલ કર્યા હતા અને તમામ ખેલાડીઓએ શોર્ટ બોલની જ ભૂલને અનુસરી હતી.

ટીમ ઈન્ડિયામાંથી જેનીમાહ રોડ્રીગેજે કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે ટીમની પારી સંભાળવાની કોશીષ કરી હતી. બન્નેના ૩૬ રનની ભાગીદારી સાથે ટીમ ઈન્ડિયાને ૮૯ રનનો સ્કોર હાસીલ થયો હતો. પરંતુ આ સાજેદારી તૂટતા ભારતીય મહિલા ટીમની હાલત લથડી ચૂકી હતી અને ઈંગ્લેન્ડ સામે ૮ વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.