Abtak Media Google News

છેલ્લા આઠ-આઠ માસી પગાર ન મળતા આધારકાર્ડનાં ઓપરેટરોની અચોકક્સ મુદતની હડતાલ

છેલ્લા આઠ-આઠ મહિનાી આધારકાર્ડ કેન્દ્રોના કોમ્પ્યુટર ઓપરેટરોના પગાર ન ચૂકવવામાં આવતા રાજકોટ શહેર-જિલ્લાના તમામ આધારકાર્ડ કેન્દ્રો બંધ થઈ જતા લોકોમાં દેકારો મચી જવા પામ્યો છે.

Advertisement

જાણવા મળતી વિગતો મુજબ હાલમાં રાજય સરકાર દ્વારા ઝીણી-ઝીણી તમામ બાબતોમાં આધારકાર્ડ ફરજીયાત બનાવવામાં આવ્યા છે અને લોકો આધારકાર્ડ માટે દરરોજ હેરાન-પરેશાન થયા છે તેવા સમયે જ આધારકાર્ડ કેન્દ્રોના કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા અચોકકસ મુદ્દતની હડતાલ પાડવામાં આવતા રાજકોટ જિલ્લા ૨૪ જેટલા કેન્દ્રોને અલીગઢીયા લાગી ગયા છે.

વધુમાં છેલ્લા આઠ માસથી કોમ્પ્યુટર ઓપરેટરોને આધારકાર્ડ ઓથોરીટી દ્વારા પગાર ચૂકવવામાં ન આવ્યા હોવાની આ મામલે ઓપરેટરોએ જિલ્લા કલેકટર અને અધિક જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી પરંતુ કોઈ ફળદાયી પરિણામ ન આવતા રાજકોટ કલેકટર કચેરી, મહાનગરપાલિકા સહિતની જગ્યાઓ પર ચાલતા તમામ આધારકાર્ડ કેન્દ્રો બંધ થઈ ગયા છે અને લોકો હેરાન-પરેશાન થઈ ઉઠયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.