Abtak Media Google News

વર્ષ દરમિયાન ગેઈમ્સ શો, સ્નેહ મિલન, નવરાત્રી ગરબા, પીકનીક સહિતના કાર્યક્રમો યોજાશે

સિટી વૂમન્સ કલબની સ્થાપના નવા વર્ષથી તા.૨૦-૧-૨૦૧૮ થી શુભ શ-આત કરવામાં આવશે. જે માત્ર બહેનો સંચાલીત આ કલબની રચના થશે. વર્ષ દરમિયાન સર્વશ્રેષ્ઠ ૧૨ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેમાં બોમ્બેના નાટકો, મ્યુઝિકલ નાઈટ, હાસ્યના બેતાજ બાદશાહ દ્વારા હાસ્ય દરબાર ઝી.ટી.વી.અંતાક્ષરી, બહેનો માટે શ્રેષ્ઠ ફેશન શો, કુકીંગ શો બહેનોને ગમતી ગેઈમ્સ શો, સ્નેહ મિલન, નવરાત્રી ગરબા, પીકનીક જેવા અનેક ૧૨ કાર્યક્રમ ઉપરાંત બહેનોને કમાવાની તક જેમાં ફ્રી સ્ટોલ આપવામાં આવશે જેની બહેનોની શક્તિને એક કલા‚પે બહાર આવવાની તક મળશે. કાર્યક્રમો હેમુગઢવી હોલ ખાતે રહેશે.સભ્ય બનવા ઈચ્છતા હોય તેમને ફોર્મ સાથે બે ફોટા ફરજીયાત આપવાના રહેશે તદન નોરમલ ચાર્જ રાખેલો છે. ફોર્મનું વિતરણ ચાલુ થઈ ગયેલ છે. હાલમાં ૩૦૦ની આસપાસ સભ્ય નોંધણી થઈ ગયેલ છે. બીજુ બહેનો માટે તા.૨જી ડિસેમ્બરે ખાસ બોમ્બેની મ્યુઝીકલ નાઈટ બપોરે ૨-૩૦ થી ૬ સુધી હેમુગઢવી હોલ ખાતે રાખવામાં આવેલ છે. તેમાં દરેક સંસ્થામાં ફ્રી ઓફ ચાર્જથી આ કાર્યક્રમ બતાવવામાં આવશે. સાથે ૪૦ લક્કી ડ્રો દરેકને કિંમતી વસ્તુરૂપે વિજેતાને આપવામાં આવશે સાથે તે જ દિવસે તા.૨જી ડિસેમ્બરે ઉદઘાટન સમારોહ પણ રાખેલ છે. તેમાં દીપ પ્રાગટય અંજલીબેન રૂપાણીના વરદ હસ્તે થશે. મુખ્ય મહેમાનમાં સંધ્યાબેન ગેહલોત, મીસીસ બંછાનીધી પાની ગુજરાતના જૈન અગ્રણી રાજુભાઈ ક્રેસ્ટોલવાળા, માનનીય જયોતિન્દ્રભાઈ મહેતા, જૈન અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠ, સંઘ પ્રમુખ ઈશ્ર્વરભાઈ દોશી, જૈન અગ્રણી મહિલા યોગનાબેન મહેતા, વિણાબેન શેઠ, મયૂરભાઈ શાહ, ઉપેનભાઈ મોદી, સરગમ કલબના ગુણવંતભાઈ ડેલાવાળા, ઉત્સવ કલબના દિનેશભાઈ વિરાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.ફોર્મ મેળવવા માટે પ્રમુખ પ્રફુલાબેન મહેતા આફ્રિકા કોલોની મેઈન રોડ મો.નં.૯૪૨૮૮૯૦૨૭૭, દર્શના મહેતા, યાજ્ઞીક રોડ, પી.પી.ફુલવાળી શેરી, મો.નં.૯૪૨૯૫૦૨૦૪૬, જીજ્ઞા વખારીયા, ભીડભંજન સોસાયટી નટરાજનગર , મો.૯૪૨૯૨૪૮૩૬૨નો સંપર્ક કરવા જણાવાયું છે.રાજકોટ સીટી વૂમન્સ કલબના નવા હોદ્દેદારો પ્રમુખ પ્રફુલ્લાબેન મહેતા, ચેરમેન બિન્દુબેન મહેતા, વાઈસ ચેરમેન જીજ્ઞા વખારીયા, ઉપપ્રમુખ મીનાબેન વસા, સેક્રેટરી ઈન્દીરાબેન ઉદાણી, જોઈન્ટ સેક્રેટરી દર્શનાબેન મહેતા, એડવાઈઝર નીતાબેન મહેતા અને રસીલાબેન ધ્રુવ, કમીટી મેમ્બર્સ પ્રીતી ગાંધી, જયશ્રીબેન ટોળીયા, સરોજબેન આડેસરા, અવનીબેન વસા, અલ્કાબેન ગોસાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.