Abtak Media Google News

ચાર શખ્સો ઘરમાં ઘૂસી પરિણીતાને ધોકા ફટકારી તોડફોડ કરી

શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં આવેલા સદગુરુ નવા આવાસ ક્વાર્ટરમાં રહેતી પરિણીતા સાથે કુડું મુકવા મુદ્દે થયેલી બોલાચાલીનો ખાર રાખી પાડોશી શખ્સે ચાર અજાણ્યા શખ્સો પાસે હુમલો કરાવી તોડફોડ કરાવ્યાના આક્ષેપ સાથે પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

Advertisement

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંડાડુંગર વિસ્તારમાં આવેલા સદગુરુ નવા આવાસ ક્વાર્ટરમાં રહેતી રીનાબેન રવિભાઈ માલણ નામની 22 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે સવારના દસેક વાગ્યાના અરસામાં ચાર અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત રીનાબેન માલણએ પોતાના ઘરની દીવાલ ઉપર કુંડું રાખ્યું હતું. જે કુંડું પાડોશી પ્રતિકે પછાડી દેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે ઝઘડાનો ખાર રાખી પાડોશી પ્રતિકે અજાણ્યા શખ્સો પાસે હુમલો કરાવી ઘરમાં તોડફોડ કરાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.