Abtak Media Google News

સોરાષ્ટ્ર ભર ના દેવસ્થાનો ની સુંદર સફાઇ સેવા કરતી અમદાવાદ ની બાપાસીતારામ ટ્રસ્ટ ની સેવા સતાધાર ખાતે રવિવારે તા૧૬/૯ ના રોજ કરતા બાપા સીતારામ ટ્રસ્ટ ના યુવાનો સુખી સંપન્ન પરિવાર ના અમદાવાદ સ્થિત યુવાનો હોલીડે રજા ના દિવસ નો સુંદર ઉપીયોગ કરી ગુજરાત ભર ના ધર્મ સ્થાનો ની સફાઈ સેવા માટે પ્રસિદ્ધ છે દર રવિવારે કોઈ પણ એક દેવસ્થાન પસંદ કરી પોતા ના સ્વ ખર્ચે પહોંચી જાય છે.

પદ પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ ની કોઈ પણ અપેક્ષા વગર ધર્મસ્થાનો ખૂણે ખૂણો ચકાચકિત કરી દે છે દિવસે પોતા નો વેપાર ધધો કામ બિઝનેસ કરે છે અને રવિવારે ગુજરાત ના કોઈ પણ એક ધર્મસ્થાન માં સંપૂર્ણ સંકુલ માં  પોતા ના સ્વખર્ચે કચરા પોતા સાવરણી સાવરણા સુપડા ફીનાઇલ એસિડ ડસ્ટબીન સાથે મિલિટરી માફક વહેલી સવારે બસ માં થી ઉતરી ધર્મસ્થાન ને એકદમ સ્વચ્છ અરીસા જેવું બનાવી દે છે આ યુવાનો ની વંદનીય સેવા ઉડી ને આંખે વળગે તેવી છે ગુજરાત ભર ના ધર્મસ્થાનો માં બગદાણા અરણેજ સોમનાથ ભુરખીયા દ્વારકા સહિત દરેક ધર્મસ્થાન માં રવિવારે સુંદર સેવા કરી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.