Abtak Media Google News

હિમાચલમાં વધુ વરસાદ અને ઠંડીના પ્રમાણમાં ઘટાડો થતાં ‘મીઠા’સફરજનની છોડને ઉંચા પહાડો પર સ્થળાંતરીત કરાઇ રહ્યાં છે

સિમલાના સફરજન…. સફરજનની વાત આવે ત્યારે તરત જ આ શબ્દ આપણા દરેકના મોઢામા આવી જાય કેમ કે સિમલા સફરજનની ખેતી માટે ખુબ જ જાણીતું છે. સફરજન માટે સિમલામાં જરુરી હવામાન અને ટેમ્પરેચર હોય છે જેને કારણે સફરજન મીઠા થાય છે. આ મીઠા સફરજન પર હવે કલાઇમેટ ચેન્જની માઢી અસર જોવા મળી રહી છે. દર વર્ષે દિવાળીની આસપાસ સફરજનના ઉત્પાદનમાં સિમલાના લોકો વ્યસ્ત થઇ જાય છે.

Advertisement

પરંતુ આ વર્ષે વ્યસ્ત થઇ જાય છે. પરંતુ આ વર્ષે બરફ ઓછો હોવાથી એટલે કે ઠંડીનું પ્રમાણ ઓછું હોવાથી સફરજન મુરઝાઇ રહ્યા છે. અને તેમાંથી મીઠાસ ગાયબ થઇ રહી છે. આ અંગે વધુ જણાવતા સિમલાના લાલચંદે કહ્યું કે દર વર્ષે દિવાળી આસપાસ અમારો પરિવાર વ્યસ્ત થઇ જાય છે. અમારા ખેતરમાં સૌથી સાર સફરજન જુદા પાડવામાં આવતા હતા પરંતુ આ વર્ષે પરિસ્થિતિ જુદી છે.

ભારતમાં સફરજનના વેપારીઓને કયારે ચિંતા ન હતી. સફરજનના ઉત્પાદનમાં મહત્વનું સ્થાન પામતા કોટગઢને સેબગઢ પણ કહેવાતો હતો જે પોતાના બગીચા દ્વારા ઉત્પાદિત  શાનદાર સફરજનથી પોતાનું નામ અને પ્રતિષ્ઠા વધારતું હતું.

પરંતુ ધીરે ધીરે દિવાળી બાદ મોસમે દગો દીધો. કોટગઢની ઠંડી અને સફરજનનો સ્વાદ બંને ખોવાવા લાગ્યા બગીચાઓમાં ગર્મી થવા લાગી અને આ પરંપરાગત વ્યવસાય પડી ભાંગ્યો છેલ્લા દસ વર્ષમાં બદલતા હવામાનને કારણે સફરજનની ખેતીમાં નુકશાનીથવા લાગી અને આ પરંપરાગત વ્યવસાયમાંથી નવી પેઢી બહાર નીકળવા લાગી છે.

સિમલાના લોકો આ પરંપરાગત વ્યવસાય પડી ભાંગતા બેકાર થઇ ગયા છે. હવે લોકો સફરજનની બદલે અન્ય પાક લેવા લાગ્યા છે. જેમાં શાકભાજી, મશરુમનો સમાવેશ થાય છે. હાલ ખેડુતો કીવી, વટાણા ફલાવર જેવા પાક લઇ રહ્યા છે. ૧૫ વર્ષે પહેલા દર વર્ષે ૧૦ થી ૧પ લાખ રૂપીયા મળતા હતા. પરંતુ કલાઇમેટ ચેન્જ થતાં સફરજનના પાકને નુકશાન થવા લાગ્યું.

ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશના સમશીતો પણ ક્ષેત્રમાં આવેલું કોટગઢ ૯૦ ના  દશકમાં સફરજનના બગીચાઓનું પ્રભુત્વ હતું સફરજનની ખેતીએ આ ગામમાં સામાજીક આર્થિક વિકાસને વેગ આપ્યો હતો માત્ર ખેડુતો જ નહીં પરંતુ મજુરોને પણ સારી મજુરી મળી રહેતી હતી. સમગ્ર એશિયામાં સફરજનની ખેતી સાથે સંકળાયેલા લોકોને સારો લાભ થતો હતો.

પરંતુ હવે વધારે વરસાદ અને બરફની કમી સફરજનના છોડ પર અસર કરે છે. ખેડુતો ૯૦ના દશકામાં ૪૦ થી વધારે બોકસ (ર૦ થી રર  કિલોના) સફરજનના ઉતરતા હતા.

પરંતુ હવે ૧૦ બોકસ પણ નથી ઉતારતા જયોર પૈસાદાર ખેડુતો પાસે મોટા બગીચા અને પરિસ્થિતિ સાથે બાથ ભીડવાની ક્ષમતા છે તેઓ ને આ વાત અસર કરતી નથી. માટે સફરજનના ઉત્૫ાદન નીગુણવતા ને લઇ કિન્નોર અને સ્પીટ જેવા ઉંચા પહાડો પર જયાં ઠંડીનું સ્થળાતરીક કરવામાં આવી રહ્યા છે. જેને કારણે સફરજનની ખેતી અને ખેડુતો બંનેને લાભ થાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.