Abtak Media Google News

લીલા દુષ્કાળની દહેશત: મેઘરાજાને ખમૈયા કરવા વિનવણી: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ૧૩ ઈંચ, જામનગરના જામજોધપુરમાં ૯ ઈંચ, કલ્યાણપુરમાં ૮ ઈંચ, જામકંડોરણામાં ૭॥ ઈંચ, રાપરમાં ૭ ઈંચ, ખંભાળીયામાં ૬॥ અને લોધિકામાં ૬ ઈંચ વરસાદ

સવારી મોરબી, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં વરસાદ ચાલુ: સૌરાષ્ટ્રમાં ૧૪૫ ટકાથી વધુ વરસાદ

અરબી સમુદ્રમાં સર્જાયેલું લો-પ્રેસર વેલમાર્કમાં પરિવર્તીત થતાં રવિવારે સૌરાષ્ટ્રમાં મેઘપ્રકોપ જોવા મળ્યો હતો. જરૂરીયાત કરતા વધુ વરસાદના કારણે પાકનું નિકંદન નિકળી ગયું છે. સૌરાષ્ટ્રમાં હવે લીલા દુષ્કાળ દહેશત ઉભી થવા પામી છે. સૌરાષ્ટ્રમાં રવિવારે સાર્વત્રીક ૧ થી લઈ ૧૩ ઈંચ વરસાદ વરસ્યો હતો. જળાશયો ઓવરફલો થઈ રહ્યાં છે અને ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોટાભાગની નદીઓ ગાંડીતૂર થવા પામી છે. ખેતરોમાં પણ ગોઠણસમા પાણી ભરાયા છે. ટૂંકમાં મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે. હવે મેઘરાજાને ખમૈયા કરવા માટે લોકો બે હાથ જોડી વિનંતી કરી રહ્યાં છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સૂત્રોના જણાવ્યાનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૩ જિલ્લાના ૨૧૩ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ૧૩ ઈંચ જેટલો પડી ગયો છે. ભારે વરસાદના કારણે મોટાભાગના જળાશયો ઓવરફલો યા છે અને જળાશયોમાં પાણી છોડવામાં આવતા નદીઓ ગાંડીતૂર બની છે. હેઠવાસના સ્ળો પરી સ્ળાંતર કરવાની ફરજ પડી હતી. વરસાદના અને પુરના પાણી ખેતરોમાં ઘુસી જતા પાકને વ્યાપક નુકશાની થવા પામી છે. અનેક વિસ્તારોમાં પાકનું ધોવાણ થઈ ગયું છે.

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે ૧ થી લઈ ૩॥ સુધી વરસાદ પડયો હતો. ચોટીલા, મુળી, સાયલા, થાનગઢમાં ૨ ઈંચ, ચુડા, દસાડા, લખતર, લીંબડી, વઢવાણમાં ૧ ઈંચ અને ધ્રાંગધ્રામાં ૩॥ ઈંચ વરસાદ પડયો હતો. રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ૭॥ ઈંચ, લોધીકામાં ૬ ઈંચ, ધોરાજી, ગોંડલ, રાજકોટમાં ૪ ઈંચ, જેતપુર, કોટડા સાંગાણી, ઉપલેટામાં ૩ ઈંચ અને જસદણમાં ૧ ઈંચ વરસાદ પડયો હતો. મોરબી જિલ્લાના ટંકારા અને મોરબી શહેરમાં ૪ ઈંચ, માળીયા મિંયાણામાં ૩॥ ઈંચ, વાંકાનેરમાં ૩ ઈંચ, હળવદમાં ૧॥ ઈંચ, જામનગર જિલ્લાના જામજોધપુરમાં ૯ ઈંચ, જોડીયામાં ૪॥ ઈંચ, જામનગર અને કાલાવડમાં ૪ ઈંચ, ધ્રોલ અને જોડીયામાં ૨॥ ઈંચ વરસાદ પડયો હતો. દેવભૂમિ દ્વારકામાં જાણે બારેમેઘ ખાંગા યા હોય તેમ ભાણવડમાં સુપડાધારે ૧૩ ઈંચ વરસાદ વરસી ગયો હતો. કલ્યાણમાં પુરમાં ૭॥ ઈંચ, ખંભાળીયામાં ૬॥ ઈંચ અને દ્વારકામાં ૨ ઈંચ વરસાદ પડયો હતો. પોરબંદર જિલ્લામાં પણ મેઘરાજાએ કહેર મચાવ્યો હતો. રાણાવાવમાં ૪ ઈંચ, પોરબંદરમાં ૩ ઈંચ અને કુતિયાણામાં ૨ ઈંચ વરસાદ પડયો હતો. જૂનાગઢ જિલ્લામાં પણ સાર્વત્રીક વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ભેંસાણમાં ૪॥ જૂનાગઢ શહેર-ગ્રામ્ય, માણાવદરમાં ૪ ઈંચ, વંલીમાં ૩ ઈંચ, કેશોદ, માળીયા હાટીના, માંગરોળ, વિસાવદરમાં ૨॥ ઈંચ અને મેંદરડામાં ૨ ઈંચ વરસાદ પડયો છે. ગીર સોમના જિલ્લાના તાલાલામાં ૩ ઈંચ, કોડીનાર અને વેરાવળમાં ૧॥ ઈંચ, સુત્રાપાડામાં ૦॥ ઈંચ, અમરેલી જિલ્લાના વડીયામાં ૩॥ ઈંચ, બગસરા, બાબરામાં ૧॥ ઈંચ, અમરેલી ખાંભામાં ૧ ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે ભાવનગર અને બોટાદ જિલ્લામાં હળવા ઝાપટાી લઈ ૦॥ ઈંચ વરસાદ વરસી ગયો હતો. કચ્છમાં પણ ગઈકાલે ૧ થી ૭ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. જેમાં રાપરમાં ૭ ઈંચ, ભચાઉમાં ૪॥ ઈંચ, અંજારમાં ૪ ઈંચ, ગાંધીધામમાં ૪ ઈંચ, મુંદ્રામાં ૩, માંડવીમાં ૧ ઈંચ વરસાદ પડયો છે.

રાજ્યમાં જાણે ફરી ચોમાસુ સક્રિય યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તમામ ૩૩ જિલ્લામાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આગામી બે દિવસ સુધી હજુ ભારેી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અષાઢ માસ કોરો ધાકોડ ગયા બાદ શ્રાવણ અને ભાદરવામાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. જો કે, આસરોમાં આફત અનરાધાર વરસી રહી હોય તેવુંલાગી રહ્યું છે. જરૂરીયાત કરતા વધુ વરસાદના કારણે સૌરાષ્ટ્રભરમાં કપાસ, મગફળી, મકાઈ, બાજરી સહિતનો પાક લગભગ નિષ્ફળ ગયો છે. ખેતરોમાં પુરના પાણી ફરી વળ્યા છે. સતત વરસાદ ચાલુ રહેતો હોવાના કારણે પાક બળી ગયો છે. હવે મેઘરાજાને ખમૈયા કરવા માટે લોકો રીતસર વીનવી રહ્યાં છે. આગામી બે દિવસ હજુ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

Screenshot 1 7 1

હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી બુધવારી વાતાવરણ ચોખ્ખુ થશે

વેલમાર્ક લો-પ્રેશર ઉત્તર ગુજરાત તરફ શીફટ ઈ ડિપ્રેશનમાં ફેરવાયું: આજે રાજકોટ, મોરબી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના: કાલી વરસાદનું જોર અને વિસ્તાર ઘટશે

અરબી સમુદ્રમાં સર્જાયેલું લો-પ્રેસર વેલમાર્કમાં પરિવર્તીત થઈ પશ્ચિમ અખાત તરફ આગળ વધી ઉત્તર ગુજરાત તરફ શીફટ થઈ ડિપ્રેશનમાં ફેરવાઈ વધુ મજબૂત બન્યું છે. જેના કારણે આગામી ૨૪ કલાક સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ વરસી શકે છે. આજે ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, અમરેલી, ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલી રાજ્યભરમાં વરસાદનું જોર અને વિસ્તારમાં ઘટાડો થશે. બુધવારી વાતાવરણ ચોખ્ખુ થઈ જશે અને ત્યારબાદ વરસાદ વિરામ લે તેવી સંભાવના જણાય રહી છે.

રાજકોટમાં વધુ ચાર ઈંચ: સીઝનનો રેકોર્ડબ્રેક ૬૩॥ ઈંચ વરસાદ

Whatsapp Image 2019 09 30 At 2.16.58 Pm

રવિવારે આખો દિવસ સતત વરસાદ વરસ્યા બાદ સવારી ઝરમર વરસાદ ચાલુ: પ્રમ નોરતે જ અનેક દાંડીયારાસના આયોજનો બંધ રહ્યાં

રાજકોટમાં ગઈકાલે આખો દિવસ મેઘાવી માહોલ રહ્યો હતો. ૨૪ કલાક દરમિયાન શહેરમાં વધુ ૪ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં છેલ્લા ૧૦૨ વર્ષમાં શહેરમાં રેકોર્ડબ્રેક ૬૩॥ ઈંચ વરસાદનો નવો વિક્રમ પ્રસપિત થયો છે. ગઈકાલે રવિવારે થોડીવાર ધીમીધારે તો થોડીવાર ધીંગીધારે વરસાદ સતત ચાલુ રહ્યાં બાદ આજ સવારી શહેરમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. નવરાત્રીના પ્રથમ દિવસે શહેરમાં અનેક દાંડીયારાસના આયોજનો બંધ રાખવાની ફરજ પડી હતી. આજે પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવે મેઘરાજાને ખમૈયા કરવા માટે લોકો રીતસર વીનવી રહ્યાં છે.

કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે સવારે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૯૬ મીમી મોસમનો કુલ ૧૪૮૯ મીમી, ઈસ્ટ ઝોન વિસ્તારમાં ૭૩ મીમી અને મોસમનો કુલ ૧૨૩૯ મીમી અને વેસ્ટ ઝોન વિસ્તારમાં સૌથી વધુ ૧૦૯ મીમી, મોસમનો કુલ ૧૫૮૫ મીમી વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. શહેરના ૧૦૨ વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ વરસાદ ૨૦૧૦માં ૫૫॥ ઈંચ પડયો હતો. આ રેકોર્ડ તો મેઘરાજાએ ભાદરવા માસના આરંભે જ તોડી નાખ્યો હતો. મેઘરાજા પણ નવો શક્તિશાળી રેકોર્ડ પ્રસપિત કરવાના મુડમાં હોય તેમ સતત વરસી રહ્યાં છે. ગઈકાલે શહેરમાં વધુ ચાર ઈંચ પાણી પડતા મોસમનો કુલ ૬૩॥ ઈંચ વરસાદ વરસી ગયો છે જે છેલ્લા ૨૦ વર્ષના વરસાદી લગભગ ડબલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ હોવાના કારણે આજી ડેમ પણ સતત ઓવરફલો થઈ રહ્યો છે. જેના કારણે શહેરના મધ્યમાંથી પસાર થતી આજી નદીમાં ઘોડાપુર આવ્યા છે અને રાજકોટના ગામ દેવતા મનાતા રામના મહાદેવનું મંદિર ફરી એકવાર પાણીમાં ગરકાવથ ઈ ગયું છે. સિંચાઈ વિભાગ હેઠળ નોંધાયેલા મોટાભાગના જળાશયો ઓવરફલો થઈ ગયા છે અને સતત પાણીની આવક ચાલુ હોવાના કારણે ડેમના દરવાજા પણ ખોલવાની ફરજ પડી છે. ગઈકાલે દિવસભર વરસાદ વરસ્યા બાદ આજે સવારી શહેરમાં ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો છે. હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેના કારણે ખેલૈયાઓ અને રાસોત્સવના આયોજકો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. સૌરાષ્ટ્રભરમાં જરૂરીયાત કરતા વધુ વરસાદના કારણે હવે મોટાભાગનો પાક નિષ્ફળ જવાની અણી પર છે. ટૂંકમાં લીલા દુષ્કાળની ભીતિ સેવાઈ રહી છે.

પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર

દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ગઈકાલે જાણે બારેમેઘ ખાંગા થયા હોય તેવો માહોલ સર્જાયો હતો. અનરાધાર ૧૩ ઈંચ સુધી વરસાદ વરસી ગયા બાદ આજે સવારી પણ વરસાદ ચાલુ છે અને બે દિવસ હજુ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય સલામતીના ભાગરૂપે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળા-કોલેજોમાં બે દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે. ગઈકાલે દ્વારકા જિલ્લાના ભાણવડમાં ૧૩ ઈંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત જિલ્લાના કલ્યાણપુરમાં ૯ ઈંચ અને ખંભાળીયામાં ૬॥ ઈંચ વરસાદ પડયો હતો જ્યારે પોરબંદરમાં ૨ થી લઈ ૪ ઈંચ સુધી વરસાદ પડયો હતો. હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આવામાં તકેદારીના ભાગરૂપે શાળા-કોલેજોમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. આજે સવારી રાજ્યના ૮૬ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલો મળી રહયાં છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સવારી વરસાદ પડી રહ્યો છે. હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી અપાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.