Abtak Media Google News

જેની મો માલીકની મહેર છે… રાજકોટ રંગીલુ શહેર છે…

વરસાદના વિઘ્નને વિસરી ‘અબતક’ સુરભી રાસોત્સવમાં ઉત્સાહ ઘેલા ખેલૈયાઓ ટ્રેડિશ્નલ પોશાકમાં મનભરીને  થીરકયા: મેઘરાજાને પણ માહોલ મન લાગ્યો હોય દોઢ કલાકનો વિરામ લીધો

રાજકોટવાસીઓ માટે એવું કહેવામાં આવે છે કે, મંદી, મોંઘવારી, મુસીબત તમામને વિસરી આ શહેરના લોકો દરેક ઉત્સવને  ખુબજ ઉત્સાહભેર ઉજવણી કરે છેે. ગઈકાલે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં પડેલા ભારે વરસાદના કારણે ગુજરાતના મોટાભાગના શહેરોમાં રાસોત્સવના કાર્યક્રમો રદ્દ કરી દેવામાં આવ્યા હતા. આવામાં રાજકોટમાં ‘અબતક’ સુરભી રાસોત્સવમાં વરસાદ વચ્ચે પણ રંગીલા રાજકોટીયન્સે ટ્રેડીશ્નલ પોશાકમાં સજ્જ ઈ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. ઢોલીવુડ, બોલીવુડ બાદ હોલીવુડના ગીત પર પણ ખેલૈયાઓ મન મુકીને વરસ્યા હતા. માત્ર રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રમાં ‘અબતક’ સુરભી રાસોત્સવને શા માટે નં-૧નું બિરુદ આપવામાં આવ્યું છે તે ગઈકાલે આયોજકો અને ઉત્સાહ ઘેલા ખેલૈયાઓએ પુરવાર કરી દીધું હતું.

Sadcascascasc Copy 12

વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રી પર્વનો ગઈકાલી શુભારંભ થયો છે. કાલે સવારી સતત વરસાદ ચાલુ હોવાના કારણે ખેલૈયાઓના મનમાં સતત એવી શંકા ઉભી તી હતી કે, શું આજે નવરાત્રીનો પ્રમ દિવસ જ વરસાદના કારણે બગડશે ? માત્ર રાજકોટ જ નહીં પરંતુ અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં મોટાભાગના રાસોત્સવ બંધ રાખવાની જાહેરાત બપોરે જ કરી દેવામાં આવી હતી. પરંતુ ‘અબતક’ સુરભી રાસોત્સવના ખેલૈયાઓને વરસાદનું વિઘ્ન ન નડે તે માટે આયોજકોએ મોડી સાંજ સુધી સતત ગ્રાઉન્ડમાંથી વરસાદના પાણીના નિકાલ માટેની અને કાદવ કીચડ ઉલેચવાની કામગીરી ચાલુ રાખી હતી અને ફેસબુક સહિતના સોશીયલ મીડિયાના માધ્યમ કી એવી જાહેરાત કરી દેવામાં આવી હતી કે, આજે ‘અબતક’ સુરભી રાસોત્સવ ચાલુ જ છે. આ વાતને ખેલૈયાઓએ પણ જાણે સહર્સ સ્વીકારી લીધી હોય તેમ રાસોત્સવ શરૂ વાના પૂર્વે જ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ‘અબતક’ સુરભી રાસોત્સવના ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા. ટ્રેડિશ્નલ ડ્રેસમાં સજ્જ ઈને આવેલા ખેલૈયાઓએ સતત ચાર કલાક સુધી ઢોલીવુડ, બોલીવુડ અને હોલીવુડના ગીત પર રમઝટ બોલાવી હતી. આ અલૌકીક દ્રશ્ય જોઈ જાણે મેઘરાજાનું મન પણ બદલી ગયું હોય તેમ રાસોત્સવ શરૂ યાના થોડીવાર બાદ જ મેઘરાજાએ વિરામ લઈ લીધો હતો અને ખેલૈયાઓને ઉત્સાહભેર રમવા દીધા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં મોટાભાગના રાસોત્સવના આયોજન વરસાદના કારણે ગ્રાઉન્ડમાં પાણી ભરાવાના કારણે કેન્સલ કરવામાંઆવ્યા હતા. ત્યારે ‘અબતક’ સુરભી રાસોત્સવના આયોજકોએ ખેલૈયાઓનો ઉત્સાહ અને નવરાત્રીનો એક પણ દિવસ ન બગડે તે માટે ખુબજ જહેમત ઉઠાવી હતી. જાણે વરસાદ જ ન પડયો હોય તેવો નજારો ગ્રાઉન્ડ પર જોવા મળતો હતો.

Whatsapp Image 2019 09 30 At 2.16.56 Pm

Whatsapp Image 2019 09 30 At 2.16.57 Pm 1 Whatsapp Image 2019 09 30 At 2.16.55 Pm 1 Whatsapp Image 2019 09 30 At 2.16.56 Pm 1

‘અબતક’ સુરભી રાસોત્સવના આયોજનને ખેલૈયાઓએ બે મોઢે વખાણ કર્યા હતા.તમામના મોઢે એક જ ચર્ચા સાંભળવા મળી હતી કે ચાર ઈંચ તો શું ૧૦ ઈંચ વરસાદ આવે તો પણ ખેલૈયાઓનો એક પણ દિવસ બગડે નહીં તેવું આયોજન ‘અબતક’ સુરભી રાસોત્સવના આયોજકો કરવા માટે સર્મ છે.

રાજ્યના નામી સીંગરો આશીફ જેરીયા, દેવાયત ખવડ, હિના હિરાણી, અશફાક ખાન, શેખર ગઢવીએ અવનવા ગરબાઓ ગાઈ ખેલૈયાઓને ડોલાવ્યા હતા. વરસાદના વિઘ્નમાં પણ રાસોત્સવ ચાલુ રાખી ‘અબતક’એ ખેલૈયાઓને પૈસા વસુલ પરર્ફોમન્સ આપ્યું હોય તેવું લાગી રહ્યું છે.

ઢોલીવુડ, બોલીવુડ બાદ હવે હોલીવુડના તાલે ઝુમતા ખેલૈયાઓ

Whatsapp Image 2019 09 30 At 2.16.57 Pm

‘અબતક’ સુરભી રાસોત્સવનું નવલુ નઝરાણુ: ૧૩ વર્ષની કેયા દફતરીએ હોલીવુડ સોન્ગ ઉપર ખેલૈયાઓને ડોલાવ્યા

સામાન્ય રીતે નવરાત્રી મહોત્સવમાં ઢોલીવુડ અને બોલીવુડના ગીતો પર ખેલૈયાઓ રાસ ગરમે ઝુમતા હોય છે. પ્રથમ નોરતે જ ‘અબતક’ સુરભી રાસોત્સવમાં એક નવલુ નઝરાણુ રજૂ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના જાણીતા ધારાશાસ્ત્રી નિરંજનભાઈ દફતરીની પૌત્રી કેયા પીકભાઈ દફતરીએ પ્રથમ વખત ‘અબતક’ સુરભી રાસોત્સવના માધ્યમથી હોલીવુડના તાલે ખેલૈયાઓને ડોલાવ્યા હતા. માત્ર ૧૩ વર્ષની ઉંમરે જે રીતે કેયા દફતરીએ પરર્ફોમ કર્યો હતું તેનાી સિનિયર ગાયકો પણ પ્રભાવીત થઈ ગયા હતા અને કેયાના ખુબજ વખાણ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.