Abtak Media Google News
ટીપીના રસ્તા તૈયાર હોવા છતાં મંજુર ન થયેલા પ્લાનને તંત્ર સાચું માનતો હોવાના આક્ષેપ: કલેકટરના આદેશ બાદ આજથી કામગીરી શરૂ કરાઈ

રાજ્ય સરકાર દ્વારા યુએલસી રહેણાકના દબાણકારોને દબાણને રેગ્યુલરાઇઝ કરી દેવાનો આદેશ કરાયા બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રનો સરવે હા ધરાયો હતો અને તેમાં મોટાપાયે છબરડો કરાતા શ્રીનાજી સોસાયટીના ૪૦૦ જેટલા લાર્ભાીઓ ચિંતામાં મુકાઇ ગયા છે અને મુદ્દે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરતા રિ-સરવેનો આદેશ કરાયો છે અને તેના પગલે દક્ષિણ મામલતદાર દ્વારા ગુરુવારે ફરીી સરવેની કાર્યવાહી હા ધરાશે. વહીવટી તંત્રે સરવેમાં ટી.પી.ના રસ્તાઓ હયાત હોવા છતાં મંજૂર યેલા લે-આઉટ પ્લાનના રસ્તાઓને કાયદેસરના ગણી તેના પર ઊભા મકાનોને લાર્ભાીની શ્રેણીમાં ગણવાનો ઇનકાર કરતા દેકારો બોલી ગયો છે અને મુદ્દે એકાદ-બે દિવસમાં કલેક્ટરને ફરી રજૂઆત કરવામાં આવશે.  શ્રીનાજી સોસાયટીમાં ૮ નંબર ટી.પી.ના બે રસ્તા નીકળે છે અને તે હયાત છે, જ્યારે યુએલસીમાં ગયેલી જમીન પર જે તે વખતે રસ્તાનો મુકાયેલો લે-આઉટ પ્લાન કે જે મંજૂર પણ યો હતો તેના પર ઊભેલા મકાનોને લાર્ભાી ગણવામાં તંત્ર આડોડાઇ કરી રહ્યું છે, જ્યારે હકીકતમાં લે-આઉટના નકશા સો સરકારને કાંઇ લાગે વળગે નહીં અને તેના આધારે કોઇ નિર્ણય કરી શકાય નહીં. શ્રીનાજી સોસાયટીની ગણના મનપા દ્વારા મફતિયાપરામાં કરવામાં આવી છે અને તેના રસ્તા કોર્પોરેશને કરી આપ્યા છે. જેમાં પાણીની લાઇનો છે અને ભૂગર્ભગટર પણ છે, છતાં તંત્ર મંજૂર યેલા લે-આઉટ પ્લાનને સાચો ગણવાની ભૂલ કરી રહ્યું છે. ઉપરાંત મિસમેચ નોટિસો આપવાની બંધ કરી દીધી છે.

Advertisement

બે તંત્ર વચ્ચેની વિસંગતતાના કારણે ભવિષ્યમાં વધુ પ્રશ્ર્નો ઉભા થાય તેવી સંભાવના સર્જાય છે. લોકો સનદ ભરી આપે પણ પાછળથી મકાનો કપાતમાં આવે તો તેના પરિણામે કાયદાકિય લડાઇ ઉભી થશે અને તેમાં સરકાર તેમજ લોકો બંનેનો સમય અને ‚પિયાનો વેડફાટ થશે. સરકારે યુએલસી જમીનો કાયદેસર કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેનાથી લોકોને ફાયદો થાય છે પરંતુ તંત્રની વિસંગતતાના કારણે લોકોની હાલત કફોડી થાય તેવી ભીતિ સર્જાય છે. વધુમાં સનદ વિતરણમાં છબરડાંઓ બહાર આવતા ખરેખર જમીનોનો સર્વે થયો છે કે કેમ ? તેના પણ પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે. આ પરિસ્થિતિમાં  કોર્પોરેશન અને કલેકટર તંત્રએ જ‚રી પગલા ભરીને વિસંગતતા દુર કરવી જોઈએ. જેથી ભવિષ્યમાં મુશ્કેલી સર્જાવાની જે શકયતા છે તેનો અંત આવે અને લોકોને પણ રાહત મળી રહે. અત્યારે લોકોને કાયદાકિય દોડધામ વચ્ચે શું કરવું તેનો પણ ખ્યાલ આવી રહ્યો નથી. તેવામાં ટી.પી.નો પ્રશ્ર્ન ઉભો થતા લોકોની ચિંતામાં વધારો થયો છે. એક તરફ યુએલસીની જમીન કાયદેસર કરવા કામગીરી શ‚ થઈ છે તો બીજી તરફ કપાતનો મુદ્દો પણ હવે સામે આવતા પ્રશ્ર્નો વધ્યા છે. લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે સરકારે વર્ષોથી ટલ્લે ચડેલા યુએલસીના મુદ્દાનો ઉકેલ કરવા કામગીરી શ‚ કરી છે. આ કામગીરી વચ્ચે હવે નવા પ્રશ્ર્નો સર્જાય રહ્યા હોવાથી લોકોમાં પણ અસંતોષ ફેલાયો છે. આ બાબતે વારંવાર રજુઆતો કરવામાં આવી રહી હોવાથી આજથી કામગીરી શ‚ કરવામાં આવી છે. આ પૂર્ણ થતા દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જશે. તેમજ લોકોના પ્રશ્ર્નોનું નિરાકરણ આવે તેવી પણ પુરેપુરી સંભાવના વ્યકત કરવામાં આવી છે.

આ બાબતે મવડી વિસ્તારના લોકો દ્વારા અગાઉ પણ રજુઆતો કરવામાં આવી હતી કે, સનદ વિતરણમાં છબરડા થયા છે. આ મુશ્કેલી હજી દૂર થઈ ન હતી તેવામાં પડયા પર પાટુ સમાન ટીપીનો મુદ્દો પણ સામે આવતા આ વિસ્તારમાં મીટીંગોનો દૌર શ‚ થયો છે અને આગામી પગલા શું ભરવા તે બાબતે ચર્ચા થઈ રહી છે. યુએલસી રહેણાંકના સર્વેમાં તંત્રના છબરડાથી શ્રીનાથજી સોસાયટીના ૪૦૦ પરીવારો અસરગ્રસ્ત થયા છે અને તંત્ર ટીપીના રોડને બદલે મંજુર ન થયેલા લેઆઉટના પ્લાનના રસ્તાને સાચુ ગણાવી રહ્યા છે. ત્યારે હવે દક્ષિણ મામલતદારની ટીમનો સર્વે પુરો થયા બાદ સમગ્ર કામગીરી સ્પષ્ટ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.