Abtak Media Google News

વોડાફોન આઈડિયાએ બીજા કવાર્ટરમાં રૂ.૫૦૯૨૧ કરોડ જેટલું તોતીંગ નુકશાન કર્યું

ટેલીકોમ ક્ષેત્ર ઉપર સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે. થોડા દિવસ પહેલા ભારતીય ટેલીકોમ બજારમાં વોડાફોને ટકવા માટે મુશ્કેલી પડતી હોવાની વાત કહ્યાં બાદ ગઈકાલે સપ્ટેમ્બર સુધીમાં બીજા કવાર્ટરનું પરિણામ જાહેર થયું હતું. જેમાં વોડાફોન આઈડિયાને રૂ.૫૦૯૨૧ કરોડનું તોતીંગ નુકશાન થયું હોવાનું સામે આવ્યું હતું. બીએસએનએલ જેવી સરકારી કંપની બાદ હવે વોડાફોન અને આઈડિયાની મર્જરી બનેલી તોતીંગ પ્રાઈવેટ કંપની પણ નુકશાન કરી રહી હોવાી ભારતીય ટેલીકોમ ક્ષેત્રનું ર્આકિ ભવિષ્ય ધુંધળુ દેખાઈ રહ્યું છે.

ટેલીકોમ સેકટરમાં ૪-જી કનેકટીવીટી સો રિલાયન્સ જીઓના આગમન બાદ આઈડિયા, એરટેલ, વોડાફોન સહિતની મસમોટી કંપનીઓને ટકવું મુશ્કેલ બન્યું છે. બીજી તરફ નાની-નાની ટેલીકોમ કંપનીઓ બજારમાંથી અદ્રશ્ય થઈ ચૂકી છે. થોડા સમય પહેલા જ વોડાફોન અને આઈડિયાએ મર્જર કરીને આર્થિક ભારણ ઘટાડવા સહિતના પગલા લીધા હતા. જો કે, જીઓના સસ્તા ટેરીફના કારણે આ કંપનીઓનું નુકશાન વધતું જાય છે. જીઓ તરફ ઉપભોગતાનો લગાવ વધી રહ્યો છે. જેની માઠી અસરો જોવા મળી રહી છે. ટેલિકોમ સેક્ટરની અગ્રણી કંપની વોડાફોન આઈડિયાએ સપ્ટેમ્બરનાક્વાર્ટરમાં ૫૦,૯૨૧ કરોડની જબર ખોટ દર્શાવી છે. ભારતીય કોર્પોરેટ જગતના ઈતહાસમાં આ સૌથી મોટી ખોટ છે. આ અગાઉ તાતા મોટર્સે ડિસેમ્બર ૨૦૧૮ના ક્વાર્ટરમાં ૨૬,૨૬૧ કરોડની ખોટ દર્શાવી હતી. વોડાફોન આઈડયાની આવક દ૨માં ૪૨ ટકા વધીને ૧,૧૪૬.૪ કરોડ થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં ૩૭૬૬૩.૬૦ કરોડ થઈ હતી. વોડાફોન આઈડયાએ સુપ્રીમ કોર્ટના આદેશને પગલે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂની પેનલ્ટીને ગણતરીમાં લેતા આ જંગી ખોટ દર્શાવી છે.7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 1વોડાફોન આઈડિયાએ કહ્યું હતું કે તે બિઝનેસ ચાલુ રાખી શકશે કે કેમ તેનો આધાર સરકાર કેટલી રાહત આપે છે તેના પર છે અને પ્રસ્તાવિત કાનૂની પગલાંનું શું પરિણામ આવે છે તેના પર છે. ગયા વર્ષે આ ગાળામાં કંપનીએ ૪૯૪૭ કરોડની ખોટ કરી હતી. જૂનના ક્વાર્ટરમાં તેણે ૪૮૭૩.૯૦ કરોડની ખોટ કરી હતી. કંપનીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપેલા ચુકાદાને પગલે તેણે લાઈસન્સ ફી સંબંધિત લાયેબિલિટી ૨૭,૬૧૦ કરોડ અંદાજ છે, જ્યારે એક્ટ્રમ યુસેજ ચાર્જની લાયેબિલિટી પેટે ૧૬,૫૪૦ કરોડ અંદાજ્યા છે. પેનલ્ટી અને વ્યાજ મળીને કુલ ૨૨૫,૬૮૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે એરટેલ, વોડાફોન આઈડિયા અને અન્ય ટેલિકોમ કંપનીઓએ ૩૧.૪ લાખ કરોડ ચૂકવવા પડશે. તેને પગલે સમગ્રટેલિકોમ સેક્ટરમાં આર્થિક સંકટ ગંભીર બની ગયું છે. આ પૈકી વોડાફોન આઈડિયાએ ૫૪,૧૮૪ કરોડ ચૂક્વવાના થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.