Abtak Media Google News

વિજયભાઈ રૂપાણીના હસ્તે સી.એમ. પૌષધશાળામાં તકતીની અનાવરણ વિધિ અને લોકાર્પણ: આરોગ્ય અને શિક્ષણ હેતુના પ્રોજેકટનું લોન્ચિંગ

રોયલપાર્ક સ. જૈન મોટા સંઘ આયોજીત ગુજરાત રત્ન પુજય  ગુરૂદેવ સુશાંતિ  મુનિ મહારાજ સાહેબ, રાષ્ટ્ર સંત પૂ.ગુરૂદેવ  નમ્ર મુનિ મહારાજ સાહેબ આદિ ૭૫ સંત-સતીજીઓના સમુહ ચાતુર્માસ અવસર પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજય ઈન્ફા સ્ટ્રકચર તથા ઉદ્યોગ ક્ષેત્રે  નંબર વન છે. પરંતુ ગુજરાત આપણું આધ્યાત્મિક ચેતનાથી ઉભરતું રહે તે પ્રકારની સંસ્કારિતાથી ભાવિ પેઢીને દિશા સુચન કરે તે પ્રકારનું ગુજરાત બનાવીએ ગુજરાતની પ્રતિષ્ઠા ખુબ આગળ વધેએ એ આપણો સંકલ્પ રહેવો જોઇએ

Advertisement

Hon.c.m.at Namra Muni Chaturmas Prog. At Rajkot Dt.15 07 201814મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું  કે પ્રત્યેક જીવોની ચિંતા કરવાની જવાબદારી રાજયની છે. પ્રત્યેક જીવો પ્રત્યેની ચિંતા રાજધર્મની હોવી જોઇએ. જૈન સમાજે પણ દરેક જીવોની ચિંતા કરેલ છે.જીવદયા એટલે સુક્ષ્મ જીવો માટે કરૂણાએ આપણા સંસ્કાર અને સ્વભાવ છે. તમામ જીવો પ્રત્યે ભાવ અને કરૂણા હોવી જોઇએ ભગવાન મહાવીર પ્રબોધેલ અહિંસા પરમોધર્મના સિધ્ધાંતને દુનિયાએ  સ્વીકાર કરેલ છે.

રોયલ પાર્ક સ.જૈન મોટા સંઘ દ્વારા ગુજરાત રત્ન પૂજય ગુરૂદેવ સુશાંતમુનિ મહારાજ સાહેબ, રાષ્ટ્ર સંત પૂજય ગુરૂદેવ નમ્ર મુની મહારાજ સાહેબ આદિ-૭૫ સંત-સતિજીઓના સમુહ ચાતુર્માસ અવસર પ્રસંગે શુભકામના વ્યકત કરતા મુખ્યમંત્રીએ ઉપર મુજબ જણાવ્યું હતું.

Hon.c.m. At Namra Muni Chatur Mas Prog. At Rajkot Dt.15 07 201807

આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે સી.એમ.પૈાષધ શાળાનું તકતીની  અનાવરણ વિધિ દ્વારા લોકાર્પણ કરાયું હતું તેમજ શેઠ પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં જય વિજયાબાઇ, મહાસતીજી પરમ સ્મૃતિમાં શરૂ કરવામાં આવનાર આરોગ્ય તા શિક્ષણ હેતુંના પ્રોજેકટનું પણ લોન્ચીંગ કરવામાં આવ્યું હતું

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું  કે દેશમાં સૌપ્રમ ગૌવંશ હત્યા અટકાવવા ગુજરાતે  કડક  કાયદાઓ બનાવેલ છે.રાજય સરકાર દરેક જીવોની ચિંતા કરીને કરુણા અભિયાન શરૂ કરેલ છે. આ માટે ૧૯૬૨ હેલ્પલાઇન શરૂ કરેલ છે. અને દરકે જિલ્લામાં પશુ પક્ષીઓના સારવાર માટે એમ્બયુલન્સ વાનની વ્યવસ કરાયેલ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે પદયાત્રા કરતા સાધુ સંતો/સાધ્વીજીઓના રોડ અકસ્માતમાં મૃત્યુ ન થાય તે માટે રાજય સરકારે પાલીતાણાથી વલ્લભીપુર સુધી પગદંડી બનાવવાનો રૂ.૨૫૦ કરોડ ખર્ચના પ્રોજેકટનું કામ ચાલી રહેલ છે. બીજો પ્રોજેકટ શંખેશ્વરી અમદાવાદ સુધીનો કરી રહયા છે. ગુજરાતના આઠ મોટા યાત્રાધામદમાં ૨૪ કલાક સ્વછતા રહે અને પવિત્ર વાતાવરણ રહે તે પ્રકારની વ્યવસ કરાયેલ છે.

Hon.c.m. At Namra Muni Chatur Mas Prog. At Rajkot Dt.15 07 201808

મુખ્યમંત્રીએ એક શ્રાર્વક તરીકે રાષ્ટ્ર સંત નમ્રમુનિ મહારાજ સાહેબ અને અન્ય સંતો સાધ્વિજીવોને  આવકારીને આશર્વાદ મેળવ્યા હતા.

રાષ્ટ્ર સંત પૂજય ગુરૂદેવ નમ્ર મુનિ મહારજ સાહેબે પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું કે અમે સંતો દરેક સમાજના છીએ. સાધુ કોઇ એક કોમના ન હોય શકે અને સંતો  પરમાત્માના સર્વિસ  પ્રોવાઇડર છીએ. એક માનવી બીજા  માનવી  સો જોડી શકે તે સંત છે. જે જોડે તે ધર્મ છે અને તોડે તે અધર્મ છે. વ્યસન મુકિતનો સંદેશો પણ તેમણે સમાજને આપ્યો હતો

તેમણે આપ્રસંગે મુખ્યમંત્રીને રાજકોટ ખાતે આગામી સમયમા યોજાનાર સંવતસરી ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્તિ રહેવા નિમંત્રણ પાઠવ્યું હતું  જે કાર્યક્રમમાં એકી સો ૧૧૦૦૦ જેટલા ભાવિકો  સમુહમાં વંદના કરશે અને ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં તેની નોંધ પણ કરાશે. રાષ્ટ્ર સંત મુનિ મહારાજ સાહેબે મુખ્યમંત્રી  નિષ્કંલક રીતે હમેશા પ્રજા  સેવા કરતા રહે તે પ્રકારના આશીર્વાદ આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.