કોરોના કાબુમાં લેવા જામનગર કલેક્ટર સાથે બેઠક યોજી સીએમ રૂપાણીએ કરી આ મહત્વની જાહેરાત

0
77

હાલ કોરોના સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે. આ વિકટ પરિસ્થિતિને કાબુમાં લેવા રાજય સરકાર તથા વહીવટીતંત્ર ઉંઘે માથે કામે લાગ્યું છે ત્યારે જામનગરમાં પણ કોરોના કેસનો ગ્રાફ ઉંચો જઇ રહ્યો છે. એવામાં કોરોના પરિસ્થિતીની કાબુમાં લેવા રાજય સરકાર તથા વહીવટીતંત્ર ઉંઘે માથે કામે લાગ્યુ છે ત્યારે જામનગરમાં પણ કોરોના કેસનો ગ્રાફ ઉંચો જઇ રહ્યો છે. એવામાં કોરોના પરિસ્થિતીની સમીક્ષા માટે આજે સીએમ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલની ઉપસ્થિતિમાં જામનગરમાં કલેકટર કચેરીમાં બેઠક યોજી હતી. જેમાં તેમણે રેમડેસિવીર ઇન્જેક્શનના ઉત્પાદન, બેડ વધારવાની વ્યવસ્થા અંગે વાત કરી હતી. આ સાથે તેમણે કુંભ મેળામાંથી પરત ફરતા લોકને આઇસોલેટ કરવાના નિર્દેશ આપ્યાની પણ વાત કરી હતી.

સીએમ રૂપાણીએ જણાવ્યું કે, છેલ્લા 15થી 20 દિવસથી કોરોનાનું વ્યાપક પ્રમાણમાં સંક્રમણ આપણે જોઇ રહ્યાં છે. સમગ્ર દેશમાં સંક્રમણ વધ્યું છે. બીજી લહેર ખૂબ વ્યાપક છે અને સ્થિતિ થોડી નાજૂક છે. આખેઆખા કુટંબને ચેપ લાગ્યો છે. જે માટે તમામ હૉસ્પિટલો સજ્જ થઇ રહ્યાં છે. છેલ્લા એક મહિનામાં રાજ્ય સરકારે 25થી 30 હજાર બેડનો વધારો કર્યો છે. બેડ સાથે 24 કલાક સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફની વ્યવસ્થા ઉભી કરી છે. લોકોને બેડની અછત પડે છે તેને નિવારવા માટે આપણે 15 દિવસમાં વધુ બેડની વ્યવસ્થા કરી રહ્યાં છીએ.

વધુમાં તેમણે જણાવ્યું કે, દરરોજ 20 હજાર રેમડેસિવીર ઇન્જેક્શનો એવરેજ આપણા હાથમાં આવે છે. તેમા પણ પ્રાયોરિટી નક્કી કરી છે. ગુજરાતની સરકારી હૉસ્પિટલોમાં પહેલા ઇન્જેક્શન આપવામાં આવશે. આ ઉપરાંત ખાનગી હૉસ્પિટલના કોવિડના દર્દીઓ જેની હાલત ગંભીર છે અને જરૂર છે તેમને પણ ઇન્જેક્શનો આપીએ છીએ. ઉત્પાદન વધારવા અંગેના પ્લાનિંગ ચાલી રહ્યાં છે. ત્યારે આપણે જાહેરમાં પણ ઇન્જેક્શન આપીશું,પરંતુ ગુજરાતની હૉસ્પટિલનો એકપણ દર્દી રેમડેસિવીર ઇન્જેક્શન વગર નહીં રહે તેની જવાબદારી સરકારે લીધી છે.

સીએમ રૂપાણી મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, કુંભ મેળામાં ગયેલા કોઇપણ વ્યક્તિને સીધેસીધા પોતાના ગામમાં પ્રવેશ નહીં મળે. તમામ કલેક્ટરને સૂચના આપવામાં આવી છે કે, કુંભમાંથી જે કોઇપણ પરત આવે તેમને આઇસોલેટ કરવામાં આવે. તેમનો આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here