Abtak Media Google News

કેરળમાં કોરોનાના નવા વેરીએન્ટના કેસો નોંધાતા તંત્ર સજ્જ થયું છે. જામનગરની જીજી હોસ્પિટલ ખાતે કોરોનાને લઈને તમામ પ્રકારની તૈયારીઑ કરવામાં આવી છે. જી જી હોસ્પિટલમાં 300 વેન્ટિલેટર સાથે  50 બેડો તૈયાર કરવામાં આવ્યા છે. ઓક્સિજન અને કોરોનાને લાગત દવાનો સ્ટોક ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

ઓક્સિજન તથા કોરોનાને લગત દવાનો સ્ટોક ઉપલબ્ધ

જામનગર જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. જી જી હોસ્પિટલમાં સાથે જિલ્લામાં 50 બેડ સહિત ત્રણ ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા કરાઇ છે. આ સાથે સૌરાષ્ટ્રની સૌથી મોટી જી જી હોસ્પિટલમાં જરૂર જણાશે તો હજુ પણ વધુ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.  કોરોનાને લઈને હોસ્પિટલમાં દવાનો જથ્થો ઉપલબ્ધ છે. તેમજ હાલ જામનગર જિલ્લામાં એક કોરોનાનો કેસ નોંધાયો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.