Abtak Media Google News

જો તમને નારિયળ ખાવુ પસંદ છે તો તમારે નારિયળની બરફી પણ જરૂર ગમશે. ત્યારે દિવાળીમાં મહેમાનો માટે ઘરે જ બનાવો ‘નારિયળ બરફી’

Advertisement

સામગ્રી

  • 6 કપ તાજુ નારિયળનું છીણ
  • 800 ગ્રામ દૂધ
  • 1 કિલો ખાંડ
  • 2 ચમચી ઈલાયચી પાવડર
  • 10 ટી સ્પૂન ઘી
  • 2 કપ બદામ કતરેલા

બનાવવાની રીત –
પ્રથમ એક મોટુ પેન ગરમ કરો. તેમા છીણેલુ નારિયળ, દૂધ અને ખાંડ મિક્સ કરો. ત્યાર બાદ તેને હલાવતા રહો કે જ્યા સુધી તે થોડુ ઘટ્ટ ન થાય. ત્યારબાદ તેમા ઘી નાખો. ઘી છુટ્ટુ પડે ત્યાં સુધી ગૅસ પર રહેવા દો. ત્યારબાદ તેમા ઈલાયચી પાવડર નાખો અને મિક્સ કરીને ગેસ ફ્લેમ બંધ કરી દો. ત્યારબાદ એક થાળી લો અને તેમા બધી સામગ્રી નાખીને તેના પર કતરેલા બદામ ભભરાવો. જ્યારે નારિયળની બરફી ઠંડી થઈ જાય ત્યારે તમારા મનપસંદ આકારમાં કાપી લો અને સર્વ કરો

નોંધ-
‘નારિયળ બરફી’ તમે 15-20 દિવસ સુધી ફ્રિજમાં મુકીને મહેમાનોને ખવડાવી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.