દિવાળી પર બાળકો માટે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ‘ફરસીપુરી’

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે બાળકોને ભાવતી સ્વાદિષ્ટ ‘ફરસીપુરી’ કેવી રીતે બનનાવવી તે શીખીએ. તમારું કામ સરળ બને તે માટે સૌથી સરળ રીત આજે અમે આપ ને શીખવીશું…

સામગ્રી
– 1 કિલો મેંદો
– 300 ગ્રામ રવો
– ૨0 ગ્રામ અજમો
– ૨0 ગ્રામ કાળા મરી
– ૧ ચપટી બેકિંગ પાઉડર
– મીઠું સ્વાદ અનુસાર
– ૬ ચમચી તેલ
– ૧ ચમચો ઘી(મોણ માટે)
-તેલ તળવા માટે.

રીત
સૌપ્રથમ કડાઇમાં તેલ ગરમ કરી પછી ઠંડું થવા દો .મેંદો અને રવાને ભેગા કરી ચાળી લો. તેમાં અજમો, મરી, મીઠું, બેકિંગ પાઉડર અને બે-ત્રણ ચમચા તેલનું મોણ નાખી નવશેકા પાણીથી કઠણ લોટ બાંધો. ત્યાર બાદ તેમાંથી જાડા લુઆ લઇ જાડી પૂરી વણી લો અને ઉપર બે-ત્રણ વાર તેલવાળો હાથ લગાવી ફરીથી લુઓ બનાવો. તે પછી નાના નાના લુઆ કરી તેમાંથી જાડી ગોળ પૂરી વણો. આ પૂરીને અંગૂઠાથી વચ્ચે દબાવી દો. આ રીતે બધી પૂરી વણીને પછી ગરમ તેલમાં તળો લો. પૂરીને થોડી લાલ થવા દો. તેનો ટેસ્ટ વધુ મજેદાર લાગશે. તો તૈયાર છે બાળકો ને ભાવતી ‘ફરસીપુરી’.