Abtak Media Google News

જામનગરના સિક્કા ગામમાં ઉભી કરાતી દીવાલનું કામ ગ્રામજનોએ અટકાવતા GSFCના અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે હોબાળો થયો હતો. જો કે પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા. પરંતુ ગ્રામજનોના વિરોધથી પોલીસે આખરે ઢસડી ઢસડીને અટકાયત કરી હતી. પોલીસે લાઠીચાર્જનો પ્રયાસ કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે પોતાના પર લાઠીચાર્જ કર્યો છે. જ્યારે પોલીસ લાઠીચાર્જ ન કર્યાનું જણાવી રહી છે. 50થી વધુ ગ્રામજનોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. તેમજ આ ઘટનામાં એક મહિલા પોલીસને ઇજા પહોંચી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.