રાજયભરમાં ઠંડીનું જોર ફરી વધ્યું: રાજકોટમાં પારો ઉંચકાયો

નલીયા 4.2 ડિગ્રી અને ગીરનાર પર્વત  7.5 ડિગ્રી સાથે ઠંડાગાર: રાજકોટમાં લઘુતમ તાપમાનનો પારો એકાદ ડિગ્રી ઉંચકાતા ઠંડીમાં થોડી રાહત: ઠંડા પવનના સુસવાટા

રાજયભરમાં આજે ઠંડીનું જોર વધ્યું છે. જોકે રાજકોટમાં  લઘુતમ  તાપમાનનો પારો ઉંચકાતા  ઠંડીમાં  થોડી રાહત  રહેવા પામી હતી. નલીયાનું  તાપમાન  4.2 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ. જયારે  ગીરનાર પર્વત પર  તાપમાન   7.5 ડિગ્રી  સેલ્સીયસ નોંધાયું હતુ.ઉતર ભારતનાં પહાડી રાજયોમાં સતત બરફ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનું  મોજુ ફરી વળ્યું છે.

આજે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં લઘુતમ તાપમાનનો પારો પટકાયો હતો. એકમાત્ર  રાજકોટ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો ઉંચકાયો હતો. ગઈકાલે  રાજકોટનું તાપમાન 12.8 ડિગ્રી નોંધાયું હતુ આજે રાજકોટમાં પારો 13.6 ડિગ્રીએ પહોચી ગયું હતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણે  58 ટકા અને પવનની  સરેરાશ ઝડપ 11 કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી.

જૂનાગઢનું તાપમાન આજે ચાર ડિગ્રી સુધી પટકાયું હતુ આજે જૂનાગઢનું તાપમાન  12.5 ડિગ્રી નોંધાયું હતુ. ગીરનાર પર્વત પર પારો  7.5 ડિગ્રીએ પહોચી ગયો હતો. આ ઉપરાંત કચ્છના નલીયામાં પણ આજે પારો એક ડિગ્રીથી વધુ પટકાયો હતો. આજે નલીયા 4.2 ડિગ્રી સાથે ઠંડીમાં ધ્રુજયું હતુ.

આ ઉપરાંત  અમદાવાદનું તાપમાન 13 ડિગ્રી વડોદરાનું તાપમાન 14.6 ડિગ્રી, ભાવનગરનું તાપમાન  15 ડિગ્રી, ભૂજનું તાપમાન 11.3 ડિગ્રી, ડિસાનું તાપમાન  10.7 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન  14.3 િ ડગ્રી, કંડલાનું તાપમાન  12.5 ડિગ્રી, નલીયાનું તાપમાન  4.2 ડિગ્રી અને પોરબંદરનું તાપમાન  18 ડિગ્રી નોંધાયું હતુ.

આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.