ડાયરામાં સીનસપાટા કરવા પડ્યા ભારે…જાહેરમાં ફાયરીંગ કરનારને પોલીસે દબોચ્યો

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસનું હોય છે ત્યારે કોઈપણ અસામાજિક તત્વોને પોલીસ કાયદાનું ભાન કરાવતી હોય છે ત્યારે ભાણવડ પંથકમાં લોક ડાયરામાં ચાલુ કાર્યક્રમમાં ફાયરિંગ કરનાર શખ્સને ભાણવડ એસોજીએ ઝડપી પાડ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના ૨૩ જાન્યુઆરીની છે જ્યાં ભાણવડ પંથકમાં દાસારામ બાપુની જન્મજયંતી નિમિતે લોક ડાયરાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ચાલુ કાર્યક્રમમાં એક શખ્સ દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તેણે આ વીડીયો પોતાની યુ-ટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો હતો.

ભાણવડ ના જારેરા ગામ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં યોજાયેલ લોક ડાયરામાં સ્ટેજની સામે હવામાં ફાયરિંગ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વીડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે ત્યારે પોરબંદર જિલ્લાના નાનજી મુરૂ કારથીયા નામના યુવાને રોફ જમવવા હવામાં ફાયરિંગ કર્યું હતું

ભાણવડ પંથકમાં લોક ડાયરામાં ચાલુ કાર્યક્રમમાં હવામાં ફાયરિંગ નો વિડિયો સામે આવ્યો છે. ફાયરિંગ નો વિડીયો વાયરલ થતા SOG એ કાર્યવાહી હાથ ધરી યુવાનની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરીહાલ સમગ્ર મામલે વધુ તપાસ ભાણવડ પોલીસ સ્ટેશન ના ASI દેવાભાઈ ઓડેદરા દ્રારા કરવામાં આવી રહી છે