Abtak Media Google News

લખતર તાલુકાના તલસાણા ગામે તળાવમાંથી માટી લઈ જતા ખેડુતો પાસે ટ્રેકટર દીઠ રૂ.૫૦ સરિપંચ અને તલાટી ઉઘરાવત હોવાની લેખીત ફરિયાદ મામલતદારને કરાતા ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે.

સરકાર જળ સંચય માટે કરોડોનો ખર્ચ કરે છે અને બીજી બાજુ સુજલામ સુફલામ યોજના નીચે તલસાણા ગામના તળાવને ઉંડુ કરવાનું કામ ચાલે છે.

અને સરકારની જાહેરાત મુજબ કોઈ પણ ખેડુત તળાવની માટી મફત લઈ જઈ શકે છે, પરંતુ આ અંગે વનાભાઈ, બુધાભાઈ, બળદેવભાઈ અને મનસુખભાઈ સહિતના ખેડુતોએ લખતરમાં મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખીત ફરિયાદ કરતા ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે.

આમ ખેડુત પાસેથી નાણા ઉઘરાવતા સરપંચ અને તલાટી સામે કાયદેસર કાર્યવાહી કરાશે કે કેમ? સરકારની સુજલામ સુફલામ યોજના જળ સંચય માટે છે, પરંતુ અમુક લોકો માટે નાણા સંચય યોજના સાબીત થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.